SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રત્યેક અતિશયનું વર્ણન એટલે બુદ્ધિની પરાકાષ્ઠા છે. આવે સામે કઈ પણ બુદ્ધિમાન અને એક પણ અતિશય કરતાં ચઢિયાતી કઈ પણ વસ્તુને બુદ્ધિકલ્પનાથી કહી બતાવે. તે જે પણ વર્ણન કરશે તે આ એક પણ અતિશયના વર્ણનની આગળ ઝાંખું પડી જશે. એથી જ શ્રી ભક્તામરકારને કહેવું પડ્યું કે – यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा । तादृक् कुतो ग्रहगणस्य विकासिनोऽपि ।। ભગવતની જે અતિદિવ્ય ઋદ્ધિ સમવસરણમાં હતી, તેવી બીજા બધા જ ધર્મોના નાયકની એકત્રિત પણે ક્યાંથી હોય? અંધકારને સંપૂર્ણ નાશ કરનારી જેવી પ્રભા સૂર્યની હોય છે તેવી પ્રભા બાકીના બધા જ ગ્રહોની કેઈ પણ સમયે ક્યાંથી હોઈ શકે ? ભક્તામરકારની આ ગાથામાં અન્ય ધર્મકારેની અદ્ધિ વિશે દયા ભાવ છે. જેમ સૂર્યના તેજને અને ગ્રહોના તેજને એકીસાથે બુદ્ધિતુલામાં આપનાર ગ્રહોના તેજ ઉપર દયાભાવવાળે થાય, તેમ અહીં પણ છે. અહીં અન્ય ધર્મકાની ત્રાદ્ધિને તિરસ્કાર નથી પણ દયા છે. ભગવંતના જ્ઞાનના અને અન્ય ધર્મ– કારેના જ્ઞાનના વિષયમાં પણ ભકતામર સ્તોત્રમાં કહ્યું છે કે – तेजः स्फुरन्मणिपु याति यथा महत्त्व । नैव तु काचशकले किरणाकुलेऽपि ॥ २० ॥ વરત્ન, વૈર્યરત્ન, પશ્ચરાગ રત્ન વગેરે રત્નના સમૂહ ઉપર નાચતું સૂર્યનું તેજકિરણ જે મહાન શેભાને પ્રાપ્ત કરે છે, તે જ તેજકિરણ કિરણોથી વ્યાપ્ત (ચમક્તા) કાચના ટુકડા વિશે ક્યાંથી શોભાને પ્રાપ્ત થાય! ભગવાન તીર્થકર તે રત્નોના સમૂહ છે અને બીજા બધા જ ધર્મકારે મળીને પણ કાચને ફક્ત એક જ ટુડે? ક્યાં ભગવાનનું સંપૂર્ણ કાલેકપ્રકાશક કેવલજ્ઞાન એને ક્યાં બીજાઓનું ફક્ત પોતાના આત્માનું પણ અસંપૂર્ણ ૧. પચપ્રતિ. હિન્દી, ભક્તામર સ્તોત્ર ગા. ૩૩, પૃ. ૪૧૪
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy