SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ બધા જ દેવકૃત અતિશને આ વાત લાગુ પડે છે. ભગવંતના પ્રભાવને–અતિશયને બાદ કરીએ, તે ૧૯ માનો એક પણ અતિશય દેવતા ન રચી શકે. કદાચ કઈ માયાવી દેવતા કે પુરુષ તેની નકલ કરવાની કોશિશ કરે તો પણ તે ભગવંતની ઋદ્ધિથી અન તગુણહીન કદ્ધિવાળું જ બને. એ જ રીતે ભગવ તનુ સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્ત્વ, શ્વાસોચ્છવાસ વગેરે બધું જ અનુત્તર હોય છે, કારણ કે તેવા વિશિષ્ટ પ્રકારના નામકર્મને ઉદય અન્ય જીવોને કદાપિ હતો નથી. વા–ાષભ-નારા નામનું પહેલું સ ઘયણ સામાન્યથી પહેલા સંઘયણવાળા બધા જીવોનું ભલે સરખુ હોય, પણ તેમાં પણ તારતમ્ય હોય છે. તેમાં તીર્થકર ભગવાન જેવું સંઘયણ કેઈનું પણ હોતું નથી. જેનુ બળ, રૂપ, સત્ત્વ વગેરે બધું જ બીજા જી કરતાં અત્યંત જુદી જ જાતનું હોય, તેનું સ ઘયણ પણ કેમ જ ન હોય ? વિશિષ્ટ સર્વોત્તમ સ ઘયણ વિના જન્મથી જ તેઓ અનન્તબલી કેવી રીતે હોઈ શકે ? અતિશયનો અર્થ જ એ છે કે તે વસ્તુ જગતમાં શ્રી તીર્થ કર ભગવાન સિવાય કેઈની પાસે હેય નહીં. ભગવાનની ગેરહાજરીમાં બધા જ દેવતાઓ એકત્ર થાય અને ભગવંતના અશોક વૃક્ષ જેવું વૃક્ષ બનાવવા માગે, પણ ત્રણે કાળમાં કદાપિ ન જ બનાવી શકે. જે વૃક્ષ તેઓ બનાવે, તે નકલી વૃક્ષ અસલીની તુલનામાં ક્યાંથી આવી શકે ? ભગવતના વૃક્ષની શોભાથી અનન્તગુણ હીન શેભા જ તેને હાય કાચના ટુકડામાં સાચા હીરાની શોભા અને ગુણો ક્યાંથી હોય? આપણે જોઈ ગયા કે બધા દેવતાઓ મળીને પણ १ सघयणरूवसठाणवण्णगइसत्तसारऊसासा । एमाइ अणुत्तराइ भवति नामोदया तस्स ॥ – આવ. હરિ. નિયુક્તિ ગા. પ૭૧ – આવ. મલય. ,, ગા. પ૭૧
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy