SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ સંત નિરંતર આત દમય થતાં વાસ ( પુર , પ્રકરણ ૬ હું અંતિમ શુદ્ધિ ૮૨૧ શાંતપદ (મેક્ષ) પ્રાપ્ત કરી શકતો નથી. અને જે વિવેકી મનુષ્ય મનને વશ કરી નિરંતર શુદ્ધ ભાવમાં રમણ કરે છે તેને ફરીથી પુનરાવૃત્તિ કરવી ન પડે એવા આનંદમય (મેક્ષ) પદને પ્રાપ્ત થાય છે. * સમાધિ મૃત્યસ્થિતનાં ૪ ધ્યાન ૧. પદસ્થ ધ્યાન–નવકાર મંત્ર, લેગસ્સ (ચતુર્વિશતિ સ્તવ) નિત્થણ, શાસ્ત્રસ્વાધ્યાય, આલેચના પાઠ, સ્તવન, છંદ, મહાપુરુષ અને સતીઓનાં ચરિત્ર ઈત્યાદિનાં પઠન, શ્રવણમાં મનને સ્થિર કરે, તન્મય કરી દે તે પદસ્થ ધ્યાન. ૨. પિંડસ્થ ધ્યાન–શરીરત્પત્તિથી શરૂ કરીને શરીરને પ્રલય અવસ્થા પર્યત થતી શરીરની વિચિત્રતાના અર્થાત્ પુદ્ગલેના પરાવર્તનના ગાદિ અસમાધિ સમયના વૈરાગ્યમય વિચારોના, શરીરના બાહ્યાભંતર અશુદ્ધ પદાર્થોના, આકૃતિના પરિવર્તનના તેમ જ શરીર અને આત્માની ભિન્નતાના વિચારમાં મનને સ્થિર કરે તે પિંડસ્થ ધ્યાન અથવા લેકના સંસ્થાનનું તેમ જ બીજા પ્રકરણમાં દર્શાવેલ લેકમાં રહેલાં સ્થાનેનું ચિંતન કરે તે પણ પિંડસ્થ ધ્યાન. ૩. રૂપસ્થ ધ્યાન--પ્રથમ ખંડના પ્રથમ પ્રકરણમાં વર્ણવેલા અરિહંત પરમાત્માના ગુણેની સાથે પિતાના આત્માના ગુણોની એકતાને તથા ભિન્નત્વ (પૃથફત્વ) પણામાંથી અભિન્ન બનવાના સાધનના વિચાર કરી તે ગુણમાં તલ્લીન બને તે રૂપસ્થ ધ્યાન. ૪. રૂપાતીત ધ્યાન–સિદ્ધિના ગુણેની સાથે આત્માના ગુણેની એક્તા કરે કે જે પ્રમાણે સિદ્ધ પરમાતમાં વ્યક્ત રૂપથી સત્ ચિત્ આનંદમય છે તે જ પ્રમાણે હું પણ શક્તિરૂપે સત્ ચિત્ આનંદમય છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર-અનંત આત્મસુખ, અનંતવીર્ય,અરૂપીપણું, અખંડિતતા, અજરામરપણું, અવિનાશીપણું સિદ્ધ * धर्मप्रधान पुरुष, तपसा हत किल्विषम् । ___ परलोक मयत्याशु, भवान्त स्वशरीरिणम् ॥ અર્થ—જે ધર્મપ્રધાન પુરુષે તપ વડે કામ અને કામનાનો ક્ષય કર્યો છે તે આત્મા નિજસ્વરૂપને પ્રકટ કરી પરમાત્મામાં મળી જાય છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy