SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૬ જૈન તત્ત્વ પ્રકાશ નિવૃત્તિ પામી છે તેથી “અપછિમછેલ્લી “ભારણુતિયં મરણને અવસરે કરાતી “સંલેહણું”—તપથી શરીર અને કષાયને પાતળા પાડવાની ક્રિયા, “જીસણુસેવવાની “મારાહણુંઆરાધના કરવાની કિયાને પ્રસંગે પિષધશાળાને પ્રમાઈ અંતઃ સમયે આત્મસાધનમાં તત્પર થયે થકે, પ્રથમ આ ભવમાં સમ્યકત્વપૂર્વક વ્રત ધારણ કર્યા બાદ તે સમતિ તથા વ્રતમાં સઉપગે જે જે દોષ અતિચાર લાગે હોય તેની ગવેષણું (મરણ) કરે અને સ્મૃતિગોચર દેશે જે સ્વવશે, પરવશે, મોહવશે, જાણે કે અજાણે લાગ્યા હોય તે નાના મોટા સઘળા દોષેની આલેચના પ્રગટ કરવાને માટે ગાંભીર્યાદિ ગુણયુક્ત આચાર્ય, ઉપાધ્યાય કે સાધુજી જે નિકટ હોય તેમના સન્મુખ પ્રગટ કરે. કદાચિત્ આલેયણા સંભળાવવા ગ્ય એવા કેઈ સાધુજીને વેગ ન હોય તો ઉક્ત ગુણયુક્ત સાધ્વીજી સન્મુખ આલેયણ કરે. સાધ્વીજીને યેગ ન હોય તે પૂર્વોક્ત ગુણે કરી સહિત શ્રાવકજી સન્મુખ દેષ પ્રકાશ કરે અને શ્રાવકને પણ યંગ ન હોય તે ઉક્ત ગુણયુક્ત શ્રાવિકાજી સન્મુખ અને તે પણ યુગ ન હોય તે જંગલમાં જઈને પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ ઊભું રહી, બે હાથ જોડી સીમંધર સ્વામીને નમસ્કાર કરી ઉચ્ચ સ્વરે કહે કે અહો પ્રત્યે ! મેં અમુક અમુક અનાચરણનું આચરણ કર્યું છે, જેનું પ્રાયશ્ચિત્ત અમુક મારી ધારણામાં છે, તેને હું આપની સાક્ષીએ સ્વીકાર કરું છું. જૂનાધિક હોય તે તસમિચ્છામિ દુકક. આ પ્રમાણે નિઃશલ્ય બની પછી જેમ કાળા કોયલા અગ્નિમાં પડ્યાથી તેની સફેદ રાખ બની જાય છે, તે પ્રમાણે આત્માને ઉજ્જવળ કરવા માટે સંથારા (તપ)રૂપ આગમાં ઝુકાવવું. જ્યાં ખાનપાન, ભેગવિલાસના પદાર્થો ન હોય, સાંસારિક શબ્દ સાંભળવામાં આવતા ન હોય, જ્યાં ત્રસ સ્થાવર ઓની હિંસાને સંભવ ન હોય એવા નિર્દોષ પષધશાળા, ઉપાશ્રયાદિ સ્થાનમાં અથવા જંગલ, પહાડ, ગુફા આદિ સ્થાનમાં શિલા આદિની ઉપર જ્યાં ચિત્તસમાધિને યોગ્ય જગ હોય તે રથાનને રજોહરણાદિથી ધીમે ધીમે પ્રમાર્જન કરે, પછી લઘુ
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy