SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ ७८० જૈન તત્ત્વ પ્રકાશ દિવસે “ માઁ જ મોઘ ” અર્થાત્ એક વખત ઉપરાંત ભેજન કરે નહિ, અહોરાત્રિ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરે. બીજે દિવસે પ્રાતઃકાળમાં પિષધશાળા, ઉપાશ્રય, આદિ ધર્મસ્થાનમાં અથવા ઘરના એકાંત સ્થાનમાં જ્યાં ગૃહકાર્ય દૃષ્ટિગોચર ન થતું હોય, જ્યાં ધાન્ય, કાચું પાણી, વનસ્પતિ તથા કીડી વગેરેનાં દર ન હોય, તથા જ્યાં સ્ત્રી, પશુ કે નપુંસક રહેતાં ન હોય એવા પ્રકારના સ્થાનમાં એક મુહૂર્ત રાત્રિ બાકી હોય ત્યારે રાત્રિપ્રતિકમણ કરે, પછી જંગલમાં જવું વગેરે કામ પતાવી સૂર્યોદય થતાં જ ઓઢવા, પાથરવાનાં વસ્ત્રોની પ્રતિલેખન કરે. ૭૨ હાથથી વધારે વસ્ત્ર ન રાખે. પછી રજોહરણથી ભૂમિપ્રમાર્જન કરે, જેથી કીડી વગેરે જંતુ પ્રવેશ કરવા ન પામે. આ પ્રમાણે આસન જમાવી મેઢે મુહપત્તી બાંધે, પછી હરિ યાવહી, તસ્મઉત્તરીને પાઠ સંપૂર્ણ બોલીને ઈરિયાવહીને કાઉસ્સગ કરે, નમો અરિહંતાણ” કહી કાઉસગ્ગ પારીને લેગસ્સ બોલે. પછી નીચે મુજબ પાઠ બોલે “પડિકમામિ–પાપથી નિવત્ છું. “ચઉકાલ દિવસ તથા રાત્રિના પહેલા તથા ચોથા પહેરમાં સજઝાયર્સ– શાસ્ત્રની સ્વાધ્યાય, “અકરણયાએ –ન કરી હોય “ઉભએ કાલં”—દિવસના પહેલા અને છેલા પહોરમાં “ભડે વગરણુસ(વસ્ત્રાદિની, રજોહરણાદિ, અમ્પડિલેહણાએ—પ્રતિલેખના ન કરી હોય, દુપ્પડિલેહણાએ –ચક્ષુથી સારી રીતે નિરીક્ષણ કર્યું ન હોય, “અપ્પમજણુએ–રજોહરણાદિથી પ્રમાર્જન ન કર્યું હોય “ દુપમ જણાએ” – માઠી રીતે પ્રમાર્જન કર્યું હોય, “અઈકમે–અતિક્રમ (ખરાબ વિચાર,), “વઈમેન્યતિક્રમ (ખરાબ પ્રવૃત્તિ), “અઈયારે” – અતિચાર (ખરાબ સામગ્રી મેળવવી) અણાચાર-અનાચાર (ખરાબ કામ કરવું તે,) “જે –એ પાપમાંથી જે કઈ પાપ મેં, “દેવસિઓ”—દિવસ સંબંધી “આઈઆરો કા'આચરણ કર્યું હોય તે, “તસ્સ મિચ્છામિ દુકકડ...તે મારું પાપ દૂર થાઓ, એટલું કહીને પછી “ઈરિયાવહી અને તસ્સઉત્તરીને પાઠ બોલે, પછી કાઉસ્સગ પારીને લોગસ્સ” બોલે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy