SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મશ્રાવકાચાર ૭૬૧ રૂપનું નિરીક્ષણ કરવામાં, રાગ, રાગણી, વાજિંત્રે સાંભળવામાં, અત્તર, પુષ્પાદિની સુગંધમાં, મનેણ રસવતીના ઉપગમાં, સ્ત્રી આદિના સંબંધમાં ઈત્યાદિ પ્રવૃત્તિમાં અતિ આસક્ત બને. વાહ! કેવી મજા પડે છે ! ! ઈત્યાદિ શબ્દોચ્ચાર કરે. આ પ્રમાણે ભોગપભેગમાં મશગૂલ બનવાથી જીવ તીવ્ર રસે ચીકણું અને દીર્ઘ સ્થિતિનાં કઠણ, દુર્ભેદ્ય કર્મો બાંધે છે. આવું જાણી શ્રાવક અપ્રાપ્ત ભેગેની ઈચ્છા માત્ર કરતા નથી, અને જેમાં પણ લુબ્ધ બનતા નથી. લાલા રણજિતસિંહજીએ બુડદાલેયણામાં કહ્યું છે કે समज्ञा संके पापसे, जन समज्ञा हर्षन्त; वे लुक्खे चीकने, इस विध कर्म बंधन्त, समज्ञ सार संसारमें, समज्ञा टाले दोष, समझ समझ कर जीवडे, गये अनंते मोक्ष. અર્થ–સમજુ માણસ તે પાપકર્મનું આચરણ કરતા જ નથી. કદાચત્ કારણવશાત્ કરવું પડે છે તે મનમાં શંકાય છે. પાપથી ડરીને કામ કરે છે તેથી તેની રુક્ષવૃત્તિ રહે છે. આને લીધે જેમ રેતીની મૂઠી ભીંત ઉપર ફેકવાથી ત્યાં ચાટતી નથી પણ તરત નીચે પડી જાય છે, તેવી જ રીતે તેનાં કર્મ પણ તપ, જપ અને પશ્ચાત્તાપાદિ કરવાથી છૂટી જાય છે. સંસારમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યાને સાર એ જ છે કે, સમજણ (જ્ઞાન) પ્રાપ્ત કરી જ્ઞાની બનવું. જ્ઞાની હશે તે પાપ પુણ્યનાં ફળને યથાતથ્ય સમજશે. પુણ્યનાં ફળ સુખદાતા અને પાપનાં ફળ દુખદાતા છે એવું જ્ઞાન જેનામાં હશે તે પુણ્યની વૃદ્ધિ કરશે અને પાપને કમી કરતાં કરતાં તે વખતે તે સર્વ–પાપરહિત બની જશે અને પુણ્યથી સ્વભાવતઃ નિવૃત્તિ પામીને મેક્ષ પ્રાપ્ત કરી લેશે. - હવે જે અજ્ઞાની મનુષ્ય છે તે પાપાચરણ કરીને આનંદ પામશે. આથી જેમ ભીને ચીકણો કાદવ ભીંત ઉપર ફેંકવાથી તે ત્યાં તરત
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy