SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું : સમ્યક્ત્વ ૬૬૭ પાખંડાચારને જોઈને વ્યાહ પામવો નહિ. ૪. સંસારમાં રહેલા સમકિતીઓએ મિથ્યાત્વીઓનું અનુકરણ (દેખાદેખી) ન કરવું જોઈએ. ૫. જે મિથ્યાવીઓનું અનુકરણ કરતા નથી તેનાથી કુમતિ સદૈવ દૂર રહે છે. ૬. ઉક્ત ધર્મ પર શ્રદ્ધા નથી તે જ મેટામાં મોટી કુમતિ છે. ૭. સર્વ તીર્થકરેએ કેવળદર્શનથી જોઈ કેવળજ્ઞાનથી જાણી અને યથાખ્યાત ચારિત્રથી પૂર્ણાનુભવયુક્ત થઈને ઉપર્યુક્ત ધર્મનું ફરમાન કર્યું છે. ૮. સંસારી જ મિથ્યા પાશમાં ફસાયેલા રહી અનંત સંસાર પરિભ્રમણ કરે છે. ૯. તત્ત્વદશી મહાત્મા એ જ છે કે, જે પ્રમાદને નિરંતર ત્યાગ કરી સાવધાનપણે ધર્મપંથે વિચરે છે. ઈતિ પ્રથમદેશ. (૧) જે કર્મબંધનને હેતુએ છે તે સમકિતીઓને માટે વખત પર કર્મ છોડવાના હેતુ નીવડે છે. (૨) અને જે કર્મ છોડવાના હેતુઓ છે તે મિથ્યાત્રીઓને માટે કર્મબંધનના હેતુ નીવડે છે. (૩) જેટલા કર્મ બાંધવાના હેતુ છે તેટલા જ કર્મ છોડવાના હેતુ છે. (૪) જગજજંતુઓને કર્મોથી પીડિત થતા જોઈને કણ ધર્મ કરવામાં પ્રવૃત્ત નહિ થાય? સુખાથી હશે તે તે અવશ્ય થશે. (૫) વિષયાસક્ત અને પ્રમાદી જીવ પણ જૈનશાસ્ત્રનું શ્રવણ કરી ધર્માત્મા બની જાય છે. (૬) અજ્ઞાનીઓ કાળને કેળિયો બનવા છતાં પણ આરંભમાં તલ્લીન બની ભવભ્રમણની વૃદ્ધિ કરે છે. (૭) નરકના દુઃખના પણ શોખીન કેટલાક જીવો હોય છે. તેઓ પુનઃ પુનઃ નરકગમન કરવા છતાં પણ તેનાથી તૃપ્ત થતા નથી. (૮) ક્રુર કર્મ કરનાર દુઃખ પામે છે અને તેને છોડે છે તે સુખી થાય છે. (૯) કેવળીનાં વચન જેવાં જ દસ પૂર્વના ધારક શ્રુતકેવળીનાં પણ વચન હોય છે. (૧૦) હિંસાના કામમાં જે દોષ માનતું નથી તે અનાર્ય છે. (૧૧) એવા અનાર્યનાં વચન પાગલ મનુષ્યના બકવાદ જેવાં છે. (૧૨) જીવની ઘાત કરવી તે બાજુ પર રહી, પરંતુ તેમને દુઃખ પણ દેતા નથી તે આર્ય છે. (૧૩) તેમને સુખ વહાલું છે કે દુઃખ ? આ પ્રશ્ન અનાર્યોને પૂછવાથી સત્ય ઘર્મને નિશ્ચય તેમના ઉત્તરમાંથી જ મળી રહેશે. ઈતિ દ્વિતીયે. ૧. પાખંડી જનની ચાલચલગત પર લક્ષ આપતા નથી તે ધર્માત્મા છે. ૨. હિંસાને દુખદાતા જાણી તેને પરિત્યાગ કરે, શરીર
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy