SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વ પ્રકાશ ષ્યવાળા કિલ્વિષીદેવ થાય છે. મનુષ્યમાં જેમ ચાંડાળ જાતિ હલકી ગણાય છે તેમ દેવેમાં કિલ્પિષી દેત્ર હલકા ગણાય છે. આચાર્ય કે ગુરુની નિંદાથી સંયમધારી પણ ચાંડાળ જાતિના દેવતા થાય છે. આવું જાણી ઉપકારીજનેાની નિંદાથી અવશ્ય ખચવું. • ૬૨૦ ૧૦. ઉક્ત ગ્રામાદિમાં સન્ની તિયચ પચેન્દ્રિય, પાણીમાં રહેનાર માદિ જળચર, પૃથ્વી પર ચાલનાર ગવાદિ સ્થલચર, આકાશમાં ઊડનાર હ'સાદિ ખેચર, તેમાંથી કોઇને વિશુદ્ધ પરિણામેાની પ્રવૃત્તિ થવાથી જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયાપશમ થઇ જાતિસ્મરણ જ્ઞાન ઊપજી જાય છે. તે જ્ઞાનના પ્રભાવથી તેને ભાન થઇ આવે છે કે માનવભવ પામીને મે' વ્રત પચ્ચખાણ નિર્મળ પાળ્યાં નહિ અને તેની વિરાધનાના ફલસ્વરૂપ અત્યારે પતિય ચપણું મને પ્રાપ્ત થયું. આમ, પશ્ચાત્તાપ કરતા પૂપતિ જ્ઞાન અને પૂર્વાચરિત તેને પુનઃ ગ્રહણ કરે છે. શ્રાવકનાં પાંચ અણુવ્રતાદિકનુ પાલન કરે છે, સામાયિક *, પોષધવ્રત, આદિ સવરકરણી કરે છે તે આયુષ્યને અંતે સલેખા સહિત સમાધિ મરણે મરી અઢાર સાગરોપમના આયુષ્યવાળા આઠમા દેવલાકના દેવતા થાય છે. ૧૧. ઉક્ત ગ્રામાદિમાં આજીવિક મતના શ્રમણ ( ગેાશાળાના સાધુ ) એક, બે, યાવતુ અનેક ઘરના અંતરથી ભિક્ષા ગ્રહણ કરે એવા, અનેક પ્રકારના અભિગ્રહ ધારવાવાળા, કેટલાક નિયમ વ્રતના પણ આચ— રણ કરવાવાળા હાય છે, તે આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમના આયુષ્યવાળા ખારમા દેવલાકના દેવ થાય છે. ૧૨. ઉક્ત ગ્રામાદિમાં વિચરનાર જૈન ધર્મના સાધુ પચમહાવ્રતાદિના પાલક હોય, પરંતુ મઢમાં છકેલા, પેાતાની પ્રશંસા, અન્યની નિંદા કરવાવાળા, મંત્ર, યંત્ર, તંત્ર, જ્યેાતિષ, નિમિત્ત, ઔષધિના પાણીમાં રહીને સામાયિક પ્રતિક્રમણ કેવી રીતે કરતા હશે ? આવી શંકા સહેજે થાય; તેનું સમાધાન એ કે જેવી રીતે ચાલતી ગાડીમાં બેસીને એકાસણું થઈ શકે છે તેવી રીતે જલચર જીવા સામાયિક પ્રતિક્રમણના કાળ દરમ્યાન નિશ્ચળ રહી વ્રતાચારણ કરે છે. *
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy