SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જી : સૂત્ર ધ રૂપ બનાવે તે. ૩. દ્રવ્ય નિક્ષેપ-ધર્માસ્તિકાય દ્રવ્ય, અધર્માસ્તિકાય દ્રવ્ય, આકાશાસ્તિકાય દ્રવ્ય, કાલ દ્રવ્ય, પુદ્દગલ દ્રવ્ય એ પાંચ અજીવ દ્રષ્ય. ૪. ભાવ નિક્ષેપ-એ પાંચે અજીવદ્રવ્યના જે જે સદ્ભાવરૂપે (ખરેખરા) ગુણેા છે તેને ‘ભાવ’ કહીએ. જેમકે ધર્માસ્તિકાય ચલણસહાય, અધ સ્થિરસહાય, આકાશ અવગાહના દાતા, કાળની વર્તના અને પુગળના વણું, ગધ, રસ, સ્પર્શાદિ. ૪૭૭' (૩) પુષ્યતત્ત્વ ઉપ૨ ૪ નિક્ષેપ-૧. નામનિક્ષેપ તે કોઈ પણ વસ્તુનું ‘પુણ્ય’ એવું નામ રાખ્યુ` તે ૨. સ્થાપના નિક્ષેપ તે પુણ્યના અક્ષરાદિની સ્થાપના કરે તે. ૩. દ્રવ્યનિક્ષેપ તે શુભ વણાનાં પુદ્દગલા જીવના પ્રદેશેાની સાથે પિરણમે તે. ૪. ભાનિક્ષેપ તે પુણ્ય પ્રકૃતિના ઉદયથી જીવ, હર્ષ, આહ્લાદ વગેરે સાતા વેદે તે. (૪) પાપતત્ત્વ ઉપર ચાર નિક્ષેપ-૧. નામનિક્ષેપ-તે કોઈ પ્રાણી પદાનું પાપ' એવું નામ તે. સ્થાપનાનિક્ષેપ તે અક્ષર, ચિત્ર વગેરેથી પાપને સ્થાપી બતાવે તે. ૩ દ્રવ્ય નિક્ષેપ તે અશુભ કર્મ પુદ્દગળાની (૪) ક્ષયાપશમભાવના બે ભેદ છે. ૧ ક્ષયાપમ તે ચાર ઘાતીર્માના ક્ષયાપશમ ૨. ક્ષયાપશમનિષ્પન્ન તેના ૩૦ ભેદ છે—૪ જ્ઞાન પહેલાં, ૩ અજ્ઞાન, ૩ દર્શન પહેલાં, ૩ દૃષ્ટિ, ૪ ચારિત્ર પહેલાં, પ દાનાદિલબ્ધિ, ઈંદ્રિયોની લબ્ધિ, ૧૪ પૂર્વધર, આચાર્ય દ્વાદશાંગીના જાણ એ સર્વે મળી ૩૦ પ્રકૃતિના ક્ષોપશમ. (પ) પારિણામિક ભાવ. તેના બે ભેદ–૧. સાદિ પરિણામી. ૨. અનાદિ પરિણામી, તેમાં સાદિ પરિણામીના અનેક ભેદ છે. જેમકે—જૂના દારૂ (પીવાના), જૂનું ઘી, જૂના ચાખા, અઝે, અઝરૂખ, ગધનગર, ઉલ્કાપાત, દિશિદાહ, ગરવ, વીજળી, નિર્થાત, બાલચંદ્ર, યક્ષચિન્હ, ધુંવર, એસ, રજઘાત, ચંદ્રગ્રહણ, સૂર્ય ગ્રહણ, પ્રતિચંદ્ર, પ્રતિસૂર્ય, ઈંદ્રધનુષ્ય, ઉદકમચ્છ, અમેઘવર્ષા, વરસાદની ધારા, ગામ, નગર, પર્વત, પાતાળકળશા, નરકાવાસ, ભુવન, સુધર્મ - લાકથી માંડીને ઇષપ્રાક્ભારા પૃથ્વી (મુકિતશિલા) સુધી પરમાણુ પુદ્ગલથી માંડીને અનંત પ્રદેશી સ્કંધ સુધી એ સર્વને સાદી પરિણામી કહીએ. હવે અનાદિ પારિણામિકના અનેક ભેદ છે. જેમ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, અહ્રાસમય, લેાક, અલાક, ભવસિદ્ધિયા, અભવસિદ્ધિયા ઈત્યાદિ છે. એ પ્રમાણે પાંચ ભાા છે. એ પાંચ ભાવામાં જીવના પરિણામ પ્રવર્તે ત્યારે જીવતત્ત્વ ઉપર ભાવનિક્ષેપ લાગુ થાય છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy