________________
૪૨૦
જૈન તત્વ પ્રકાશ જોઈએ. એકાંત પક્ષ તાણ નહિ. પુણ્ય કર્મ છોડવું જ જોઈએ એમ એકાંત કહે. તે જેને ફળમાં તીર્થકર ગોત્ર ઉપાર્જન કરવાને લાભ બતાવ્યું છે તેવી ઉત્તમ વસ્તુનું ઉથાપન થયું. વળી પુણ્ય કર્મ આદરવું જ એમ પણ એકાંત પક્ષ તાણ નહિ, પુણ્ય કર્મ આદર્યા કરીએ તે તેનાં ફળ ભેગવવાં જોઈએ. અને ફળ ભેગવવાપણું જ્યાં લગી છે ત્યાં લગી મેક્ષને અનુપમ સુખ શી રીતે મળે? તેથી તે મોક્ષને અટકાવનાર પુણ્ય કર્મ થાય છે. માટે જ્યાં લગી જીવ મેક્ષ નજીક નથી થયે ત્યાં લગી પુણ્ય કર્મ આદરવા યોગ્ય છે.
શાસ્ત્રમાં પુણ્યને મહિમા ઠેકઠેકાણે બતાવ્યું છે. ઠેઠ તેરમા ગુણસ્થાનકે પણ પુણ્ય પ્રકૃતિ છે. માટે એકાંત સ્થાપન કે ઉત્થાપન ન કરવું, પુણ્ય તત્વમાં વિવેક રાખવે અને પુણ્યના ફળની ઈચ્છા ન રાખવી એ સમ્યકત્વ લક્ષણ છે. આ વિવેક તે ગુરુસ્થાન ભેદે ભિન્ન ભિન્ન વ્યવહાર સમજે તે છે.
૪. પાપ તત્ત્વ પાપનાં ફળ કડવાં છે. પાપ કરવું ઘણું સહેલું છે. તેનાં ફળ ભેગવવાં ઘણાં દુઃખકર છે.
અઢાર પ્રકારથી પાપ બંધાય છેઃ ૧. પ્રાણાતિપાત (જીવની હિંસા, ૨, મૃષાવાદ (જુઠું બોલવું.) ૩. અદત્તાદાન (ચેરી) ૪. મિથુન સ્ત્રી આદિસંગ), પ. પરિગ્રહ (ધન વગેરેને સંગ્રડ અને મમત્વ), ૬, કેધ (ગુ). ૭. માન (અહંકાર), ૮. માયા (કપટ), ૯. લોભ (તૃષ્ણા) ૧૦. રાગ (પ્રેમ-આસક્તિ, ૧૧. દ્વેષ (ઈશ્ચ–અદેખાઈ) ૧૨. કલહ (કલેશ) ૧૩. અભ્યાખ્યાન (ખોટું આળ), ૧૪. “શૂન્ય (ચાડીચૂગલી) ૧૫. પર પરિવાદ (નિંદા), ૧૬. રતિ અરતિ (હર્ષ શેક), ૧૭ માયા મેસો (કપટ સહિત જઠું), ૧૮ મિચ્છા દંસણ સલ્લ (અસત્ય મત સંપ્રદાયની શ્રદ્ધા હેવી) એ ૧૮ કર્મ આચરવાથી પાપને અશુભ બંધ પડે છે.
એ ૧૮ પાપસ્થાનકનાં અશુભ બંધના અશુભ ફળ ૮૨ પ્રકારે ભોગવે છે. તેનાં નામ-૧. મતિજ્ઞાનાવરણીય, ૨. શ્રુતજ્ઞાનાવરણીય