SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ -૪૧ ૨ જૈન તત્વ પ્રકાશ તેને રહેવાનાં ૧૫ ક્ષેત્ર છે. એક ભરત, એક ઈરવત અને એક મહાવિદેહ એમ કર્મભૂમિ મનુષ્યનાં ત્રણ ક્ષેત્રે જંબુદ્વીપમાં છે. બે ભરત, બે એરવત અને બે મહાવિદેહ એમ છ ક્ષેત્રે ધાતકીખંડ દ્વિીપમાં છે, એ જ પ્રમાણે બે ભરત, બે અરવત અને બે મહાવિદેહ મળી છ ક્ષેત્રો પુષ્કરાઈ દ્વિીપમાં છે; ૩, ૬. ને ૬ મળી કુલ પંદર ક્ષેત્રે કર્મભૂમિ મનુષ્યનાં અઢી દ્વીપમાં છે. અકર્મભૂમિ મનુષ્ય–જેને અસી, મસી અને કસી એ ત્રણ પ્રકારના વ્યાપાર (કર્મ) નથી પણ દસ પ્રકારનાં છે. કલ્પવૃક્ષે તેની ઈચ્છા પૂરે છે તેવાં મનુષ્યને અકર્મભૂમિનાં મનુષ્ય કહે છે તેને રહેવાનાં ૩૦ ક્ષેત્ર છે. તેમાં એક દેવકુફ, એક ઉત્તરકુરુ, એક હરિવાસ, એક રમકવાસ, એક હેમવય અને એક હિરણ્યવય એમ અકર્મભૂમિ મનુષ્યનાં છ ક્ષેત્ર જબુદ્વીપમાં છે. બે દેવકુ, બે ઉત્તરકુર, બે પરિવાર, બે રમ્યવાસ, બે હેમવય અને બે હિરણ્યવય એમ બાર ક્ષેત્ર ધાતકીખંડ દ્વીપમાં છે અને તે જ પ્રમાણે, બાર ક્ષેત્ર પુષ્કરાર્ધદ્વીપમાં છે. ૬,૧૨ અને ૧૨ મળી કુલ ત્રીસ ક્ષેત્રે અકર્મભૂમિ મનુષ્યનાં અઢી દ્વીપમાં છે. અંતરદ્વીપના મનુષ્ય-લવણ સમુદ્રનાં પાણી ઉપર આઠ દાઢા છે તેમાં બધા મળી છપ્પન દ્વીપ છે તેને અંતરદ્વીપ કહે છે, અને તેમાં રહેનારા મનુષ્યને અંતરદ્વીપનાં મનુષ્ય કહે છે. ભરતક્ષેત્રની ઉત્તરે ચુલહિમવંત ” તથા અરવતની દક્ષિણે “શિખરી” નામે પર્વત છે. તે દરેકને બને છેડે બબ્બે દાઢ (હાથીના બહાર નીકળેલા દાંતની પેઠે) નીકળીને લવણ સમુદ્રમાં ગયેલી છે. એમાંની એકેક દાઢ ઉપર સાત સાત દ્વીપ આવેલા છે. તેથી બધા મળી ૭૪૮૩પ૬ અંતરદ્વીપ * થયા. તેઓ પણ અકર્મભૂમિનાં મનુષ્યની પેઠે ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષ વડે સુખ ભેગવે છે. ૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિના અને પદ * કલ્પવૃક્ષ સંબંધી વિશેષ હકીકત પહેલા ખંડમાં આરાનું વર્ણન છે ત્યાં જોવી.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy