SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૬ જેન તત્વ પ્રકાશ (૧૧) “ગૃહપાત્ર–ગૃહસ્થનાં પાત્ર, થાળી, કટોરા, આદિમાં ભોજન કરે તે અનાચરણ. (૧૨) “રાજપિંડ”—ચકવતી આદિ રાજાઓને માટે બનાવેલ બલિષ્ટ આહાર ભેગવે તે અનાચરણ. (૧૩) “કમિરિછક ”-દાનશાળા, સદાવ્રતની જગા વગેરે સ્થળેથી. આહાર લે તો અનાચરણ. (૧૪) “સંબોહન”-કારણ વગર શરીરે તેલ વગેરે + ચોળે. કિંવા માથામાં તેલ નાંખે તે અનાચરણ. (૧૫) “દંતધાવન”—રાખ, મંજન આદિ દાંતની ક શોભાને. માટે ઘસે તે અનાચરણ. (૧૬) સંપ્રશ્ન-ગૃહસ્થને કે અસંયતિને સુખશાતા પૂછે તે અનાચરણ. (૧૭) “ દેહ પ્રલોચન –કાચ, પાણી, વગેરેમાં પોતાનો ચહેરો જુએ તે અનાચરણ. (૧૮) “અષ્ટાપદ–જુગાર રમે તથા અષ્ટાંગ નિમિત્ત પ્રકાશે તે અનાચરણ. ' (૧૯) “નાલિક”—ચોપાટ, ગંજીપો, શેતરંજ, આદિ રેમે તે અનાચરણ. (૨૦) “છત્ર’–છત્ર ધારણ કરે તે અનાચરણ. (૨૧) “તિગિરછ ”—વિના કારણ બલવૃદ્ધિ આદિને માટે ઔષધ લે તે અનાચરણ. * રોગાદિ કારણે તેલ ચાળે તો હરકત નહિ. ૪ દાંતમાં રસી વગેરે રોગ થો હોય તેવા પ્રસંગે ઓષધિ તરીકે વાપરે તો હરકત નહિ.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy