SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ જૈન તત્વ પ્રકાશ ' (૧૯) “સક્કાર પુરકાર પરિષહ ”—સાધુને કઈ વંદના નમસ્કાર ન કરે, સરકાર ન આપે, તેથી જરા પણ માઠું ન લગાડવું જોઈએ તેમ અતિ માન મળે તો તે પણ સમ ભાવથી સહન કરવું જોઈએ, (૨૦) “પ્રજ્ઞા પરિષહ”—સાધુ વિશેષ જ્ઞાની હોય તેથી ઘણા. જણ તેમની પાસે સૂત્રની વાંચણી લેવા આવે. કેઈ પ્રશ્ન પૂછવા આવે, તે પ્રસંગે કેચવાઈ જઈને કે ગભરાઈને એમ ચિંતવણા ન કરે કેહું મૂર્ખ રહ્યો હતો તે આવી તકલીફ ઉઠાવવી ન પડત. (૨૧) “ અજ્ઞાણ પરિષહ ”—ઘણી મહેનત કર્યા છતાં પણ જ્ઞાન ચડે નહિ, યાદ રહે નહિ કે સમજાય નહિ તે ખેદ ન પામે. વળી કઈ મૂર્ખ, ભોળો, વગેરે કટુ શબ્દ કહે ત્યારે એમ ન વિચારે કે હું આયંબિલ આદિ તપ કરું છું, જ્ઞાનપ્રાપ્તિ માટે અનેક કષ્ટ સહું છું, છતાં મને જ્ઞાન પ્રાપ્ત થતું નથી તેથી મારો જન્મ વ્યર્થ છે. પરંતુ, એમ વિચારે કે હું અન્યને તારી ન શકું તો ખેર, મારા આત્માનું તે કલ્યાણ કરી શકીશ. ભગવાને તે આઠ પ્રવચન (પ સમિતિ, ૩ ગુપ્તિ)ના જ્ઞાતા જઘન્ય જ્ઞાનીને પણ આરાધક કહ્યા છે. (૨૨) “દંસણ પરિષહ”—આટલાં વર્ષથી હું સંયમ પાળું છું પણ મને કેઈ લબ્ધિ પ્રાપ્ત ન થઈ. ન કેઈ દેવ વગેરેનાં દર્શન થયાં, તે કરણનું ફળ હશે કે નહિ, સ્વર્ગ નરક હશે કે નહિ? આવા વિતર્ક કરે નહિ. કારણ કે “માળી સીંચે તે ઘડા, ઋતુવિણ ફળ ન. હોય.” સ્થિતિ પરિપકવ થયે કરણનું ફળ અવશ્ય મળવાનું. કેવળજ્ઞાનીઓએ જે ભાવો જે પ્રકારે જોયા છે તે પ્રકારે પ્રકાશ્યા છે. તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખે. લેશ માત્ર શંકા ન વેદ. આ બાવીસ પરિષહ જે સમભાવે સહે છે તે સાધુ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બીજા અધ્યયનમાં આ બાવીસ: પરિષહનું વિસ્તારથી વર્ણન છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy