SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૩૦૫ દુઃખરૂપ જ થશે. એ પ્રમાણે શ્રી વીરપ્રભુએ શ્રી આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનમાં દર્શાવેલું છે. ૧૦. અજીવકાય સંયમ–વસ્ત્ર, પાત્ર, પુસ્તક, વગેરે અજીવ વસ્તુઓને જતનાથી (સંભાળપૂર્વક) વાપરે નહિ, એથી તે ચીજો લાંબો વખત ન ટકતાં તરત નકામી થાય છે અને બીજી લેવી પડે છે, અને આરંભની ક્રિયા લાગે છે. દુનિયામાં કોઈ પણ ચીજ વગર આરંભે નીપજતી નથી, તેમ ગૃહસ્થ લેકેને તે મફત મળતી નથી. એવી વસ્તુને ગૃહસ્થ લેકે કેવળ ધર્મને અર્થે સાધુઓને વહેરાવે છે, તે સંયમધારી સાધુઓને યોગ્ય એ છે કે બીજી સારી વસ્તુની લાલચની ખાતર, અગર અજતનાથી પિતાની પાસેની વસ્તુઓને નાશ ન કરવા જોઈએ. અજીવ વસ્તુ પર મમત્વ ન રાખવું તેમજ જતનથી વાપરવી કે જેથી જીવહિંસા ન થાય. ૧૧. પેહ સંયમ–કઈ વસ્તુને જે ! તપાસ્યા વિના ઉપયોગમાં લેવી નહિ. એમ, જે તપાસીને વાપરવાથી ઝેરી જંતુઓ વગેરેના વિષની અસર થતી નથી અને શરીરની રક્ષા થાય છે, તેમ જ જીવરક્ષા પણ થાય છે. ૧૨. ઉપહા સંયમ–મિથ્યાત્વીઓ અને આચારમાં ભ્રષ્ટ થયા હોય તેમને સમાગમ છેડે–કઈ પણ દિવસ સંગ ન કરે, મિથ્યાત્વી હોય તેને સમકિતી જૈન બનાવે. વળી, જેન ગૃહ હોય તેમને સાધુના માર્ગની સમજણ આપે અને ધર્મથી ડગતે હેય તેને બચાવી દઢ કરે. સંઘની કઈ વ્યક્તિ પડવાઈ થાય તે તેની ઉપેક્ષા ન કરવી પણ સુધારવા મહેનત કરવી. કેઈ મિથ્યાત્વી ન માને તે તેના ઉપર ઠેષ ન કર પણ મધ્યસ્થ (તટસ્થ) રહેવું. ૧૩. પ્રમાજના સંયમ–અંધારાવાળી જગામાં તથા રાત્રિને વખતે રજોહરણથી પૃથ્વીને પૂજ્યા વિના હાલચાલ ન કરે. વસ્ત્ર, પાત્ર, પુસ્તક અને પિતાના શરીર પર કેઈ જીવ જોવામાં કે જાણવામાં આવે તે ગુચ્છા અગર પુંજણીથી પૂછ પછી તેને દૂર કરે. २०
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy