SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્વ પ્રકાશ વળી, એવે વિચાર કરે કે જેવી જેની પાસે ચીજ હોય તેવી તે આપે છે; કદોઇને ત્યાં જાએ તે મીડાઈ મળે છે અને મેાચીને ત્યાં જાએ તે જોડા જ મળે છે. જો તને ગાળો કઈ આપે અને તને ખરાબ લાગે તેા તું તે ગાળે તારા પવિત્ર હૃદયમાં ગ્રહણ કરી શા માટે મલિન અંતઃકરણ કરે છે ? કોઈ પણ સારા માણસ પેાતાના સેનાના થાળમાં વિષ્ટા કઢી પણ ભરશે નહી'. એવી ગાળે! તું ગ્રહણ નહિ કરે તે તને ક્રોધ પણ પેદા નહિ થાય. ૨૮૨ વળી, એવા પણ વિચાર કરવા કે ગાળ દેનાર તે ઘણા જ ઉપકારી છે. કારણ કે તે પેાતાના પુણ્યના ખજાને ખુટાડી (આપણે સહન કરીએ તે) આપણાં કની નિરા કરે છે. આવે વખત ફરી ફરી આવવા મુશ્કેલ છે. એવુ જાણી ગાળાને સમભાવથી સહન કરવી. જો તું સહન ન કર અને તેના જેવા જ થઇશ તે પછી જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર શે! રહ્યો ? બંને સરખા જ થયા. માટે જ્ઞાની રહેવુ' અને ગાળે! સહન કરવી. * દોહરા-જે પાસે જે ચીજ છે, તેવી તે આપે જ, રામ નામ પાપટ લહે, કા કા કાગ કહે . દાહરા—ગાળ ખમા તે ગુણ ઘણા, ગાળ દીયા બહુ દોષ, એક મેળવે નારકી, એક મેળવે મેાક્ષ. Who so ever shall smite thee on thy right cheek, turn to him the other also (જો તને કોઈ ડાબા ગાલ ઉપર તમારા મારે તે તું જમણેા ગાલ બીજો તમાચા ખાવાને તેની તરફ ધરજે.) Bless them that course you' જે તને શાપ આપે તેને તું આશીર્વાદ દે. (Matt. V.A A) अकोसेजा परे भिक्खु, न तेसिं पडिसंजले । સરિતો હો, વાજાળ, તદ્દા મિફ્લૂ, ન સંનઙે ી ઉત્ત॰બારક. અર્થ સાધુને કોઇ કઠણ વચન કહેતા તેણે તેના ઉપર ક્રોધ કરવા હિ કારણ કે આક્રોશ વચન કહેનાર તે અજ્ઞાની છે, પણ સાધુ તેા જ્ઞાની હોવાથી તેના પર કોપ કરે તે પછી અજ્ઞાની ને જ્ઞાની બન્ને એકસરખા ગણાય. એમ વિચારી એવે પ્રસંગે સાધુ ક્ષમા ધારણ કરે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy