SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ શું : ઉપાધ્યાય ૨૭૭ તમને આવું રાજ્ય તે અગાઉ અનંતીવાર મળ્યું, પણ બધિબીજ જે સમ્યકત્વ છે તેની પ્રાપ્તિ થવી અતિશય દુર્લભ છે, માટે સમ્યકત્વ અને ચારિત્રને સ્વીકાર કરી મોક્ષનગરીનું મહાન અને અક્ષય રાજ મેળવો. એ રાજ ઉપર શ્રી ભરત ચકવર્તીનું પણ જોર ચાલે નહિ. શ્રી ત્રાષભદેવ ભગવાનની ઉત્તમ બેધદાયક હિતકર વાણી સાંભળી એક સાથે ૯૮ ભાઈઓ પ્રતિબંધ પામ્યા. દીક્ષા લઈ ઉત્તમ કરણ કરી કર્મને સંપૂર્ણ ક્ષય કરી મોક્ષ પધાર્યા. (સૂયગડાંગ અ૦ ૨ ની કથામાં) ૧૨. ધર્મભાવના–એ વિચાર કરે કે હે જીવ! મનુષ્યને અવતાર તે કેવળ નિર્વાણ (મક્ષ ) મેળવવા માટે જ છે. મનુષ્યભવ સિવાય મોક્ષગતિ પ્રાપ્ત પણ થતી નથી. એ મોક્ષ ફક્ત ધર્મકરણી કરવાથી જ મળે છે. નરભવ માત્ર ધર્મકાર્ય કરવા માટે જ મળ્યો છે. કહ્યું છે કે, “ વિશે રુ માનવાનામ્ ધન ઢીના ઘમઃ સમાનાઃપશુઓ કરતાં મનુષ્યજન્મમાં ફક્ત ધર્મ જ વિશેષ છે. ધર્મકણી વિનાને મનુષ્ય ધર્મકરણી અવશ્ય કરવી. શ્રી જિનેશ્વર ભગવાને ધર્મનું મૂળ દયા છે એમ ફરમાવેલું છે. કહ્યું છે કે “દયા ધર્મકા મૂલ હૈ ” ધર્મનું લક્ષણ જ અનુકંપા” છે. એ ધર્મભાવને શ્રી ધર્મ રુચિ અણગારે ભાવી હતી. શ્રી ચંપા નગરીમાં શ્રી ધર્મ રુચિ અણગાર પોતાને મા ખમણનું પારણું કરવાનું હોવાથી નાગેશ્રી બ્રાહ્મણને ઘેર વહોરવા પધાર્યા. તે જ રિજ નાગેશ્રીએ કડવા તુંબડાનું શાક ભૂલથી બનાવ્યું હતું, તે શ્રી ધર્મ રુચિ મહારાજને વહેરાવી દીધું. મુનિએ તે લઈ પોતાના ગુરુજીને બતાવ્યું. ગુરુજીએ હુકમ કર્યો કે ભારે તપશ્ચર્યા કરવાથી તમારે કોઠે નિર્બળ થઈ ગયું છે તેથી આ વિષમય શાક ખાશે તે તમારું અકાળ મૃત્યુ થશે, માટે કેઈ નિરવદ્ય (જ્યાં પાપ ન લાગે તેવી) જગા હોય ત્યાં પરઠી આવે. શ્રી ધર્મરુચિ મુનિએ શાક લઈ ઈટવાડાની ભઠ્ઠી હતી ત્યાં જઈ શાકમાંથી પ્રથમ એક ટીપું નાખ્યું. તરત જ તે ટીપા ઘર અનેક કીડીઓ ચડી ગઈ અને મરી ગઈ
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy