SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ પ્રકરણ ૪ યું ? ઉપાધ્યાય (૨) સંસ્થાનપદમાં ર૪ દંડકનાં જીવોનાં નિવાસસ્થાનનું વિસ્તારથી વર્ણન છે, સિદ્ધશિલા અને સિદ્ધ ભગવાનનું કથન છે. કોઈ સ્થળે જીવને જોયે નહિ, તે પછી શરીરમાં જીવ કયાં હશે ? શ્રી કેશી મુનિ–હે રાજન ! તું એક કડિયારા જેવો મૂર્ખ લાગે છે. એક વખત કેટલાક કઠિયારા વગડામાં લાકડાં કાપવા ગયા. તેઓએ પિતામાંના એક કઠિયારાને એક જગ્યાએ બેસાડી કહ્યું કે ભાઈ તું અહીં બેસજે. આ અરણીના લાકડામાંથી અગ્નિ સળગાવી ભોજન તૈયાર કરજે. અમે બધા લાકડાં કાપીને આવીશું ત્યારે અમારાં લાકડામાંથી તને ભાગ આપીશું. બીજા બધા લાકડાં કાપવા ગયા. પછી આ કઠિયારે રસેઇને માટે અગ્નિ મેળવવા અરણીના છોડનાં લાકડાં લાવી તેના કટકે કટકા કરી નાંખ્યા પણ તેમાંથી દેવતા મળી શકો નહિ. છેવટે બધા કઠિયારા લાકડાં કાપી ત્યાં આવ્યા અને આ કઠિયારાને અરણીના લાકડાના કટકા કર તથા તેમાં અગ્નિ શોધતે જોઈ હસી પડ્યા. તરત જ તેઓએ પોતાના હાથે અરણીના લાકડાને પરસ્પર ખૂબ ઘસી અગ્નિ ઉત્પન્ન કરી રસોઈ બનાવી. હે રાજન ! તું પણ પેલા કઠિયારા જે મૂખે છે પરદેશી રાજા–મુનિ મહારાજ ! હું એમાં કંઈ સમજ્યો નથી. મને તે પ્રત્યક્ષ દાખલે આપી શરીરમાં જીવ છે એ સાબિત કરી બતાવે તે માનું. શ્રી કેશી મુનિ–ભલા, આ સામેના ઝાડનાં પાંદડાં શાથી હાલે છે ? પરદેશી રાજ–હવાથી. શ્રી કેશી મુનિ–એ હવા કેવડી મોટી છે તથા તેનો રંગ કે છે ! પરદેશી રાજા–એ હવા દેખાતી નથી તેથી હું શી રીતે કહી શકું ? શ્રી કેશી યુનિ–હવા દેખાતી નથી, છતાં તે શી રીતે જાણ્યું કે હવા છે ? પરદેશી રાજા–આ પાંદડાં હલે છે તેથી. શ્રી કેશી મુનિ-બસ, એ પ્રમાણે શરીરની હાલવા-ચાલવા વગેરે ક્રિયાથી આપણે જાણીએ કે તેમાં જીવ છે. પરદેશી રાજા-મહારાજ ! આપે કહ્યું કે બધા જીવ એકસરખા છે, તે કીડી નાની અને હાથી મોટો શી રીતે હોઈ શકે ? શ્રી કેશી મુનિ–એક દી વાટકાની અંદર જેમ વાટકા જેટલી જ જગામાં પ્રકાશ ફેલાવે છે અને તે જ દીવો મહેલની અંદર મહેલ જેટલી જગામાં પ્રકાશ આપે છે તે વખતે દીવાની જ્યોત કંઈ નાનીમોટી હતી નથી પણ એકસરખી જ હોય છે, તે પ્રમાણે જીવનું શરીરરૂપી ઘરમાં સમજવું.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy