________________
૨૦૧૭
પ્રકરણ ૩ જુ : આચાર્ય
૩. અંતઃકરણમાં ધર્મની સ્થાપના કરે તે “નિક્ષેપ વિનય.’ તેના ૪ પ્રકાર : ૧. મિથ્યાત્વને સમકિતી બનાવે, ૨. સમકિતીને ચારિત્રી બનાવે, ૩. સમકિત ચારિત્રથી ભ્રષ્ટ થતાને સ્થિર કરે અને, જ. નવા સમકિતી, નવા ચારિત્રી બનાવી ધર્મની વૃદ્ધિ કરે.
૪ કષાયાદિ દોષોને પરિવાત (નાશ) કરે તે “દોષ પરિઘાત વિનય.” તેના ૪ પ્રકાર- ૧. કેાધીને ક્રોધના અવગુણ અને ક્ષમાના ગુણ બતાવી ક્ષમાવંત બનાવે તે ધ પરિઘાત.” ૨. વિષયથી ઉન્મત્ત બનેલાને વિષયના અવગુણ તથા શીલના ગુણ બતાવી નિર્વિકારી બનાવે તે વિષય પરિઘાત”, ૩. રસલુપ હેય તેને લુબ્ધતાના અવગુણ અને તપના ગુણ બતાવી તપસ્વી બનાવે તે “અન્નપરિઘાત” અને, ૪. દુર્ગુણથી દુઃખ અને સદ્ગુણથી સુખની પ્રાપ્તિ બતાવી નિર્દોષી બનાવે તે આમદેષ પરિઘાત.”
આ ૮ સંપદાના ૩૨ અને ૪ વિનય એમ આચાર્યજીના ૩૬ ગુણનું વર્ણન થયું. આવા જ્ઞાનપ્રધાન, દર્શનપ્રધાન, ચારિત્રપ્રધાન, તપપ્રધાન, શૂર, વીર, ધીર, સાહસિક, શાન્ત, દાન, ચારે તીર્થના વાલેશ્વર, જિનેશ્વરની ગાદીના અધિકારી, જૈનશાસનના નિર્વહક, પ્રવર્તક આદિ આદિ અનેક ગુણગણલંકૃત આચાર્ય ભગવન્તને મારા ત્રિવિધે ત્રિવિધ વિશુદ્ધ ભાવે વારંવાર નમસ્કાર હો.
શિદ્ધારક બાલ બ્રહ્મચારી ઋષિ સંપ્રદાય આચાર્ય સ્વ. મુનિશ્રી અમલખઋષિજી મહારાજ દ્વારા વિરચિત. જેન તત્ત્વપ્રકાશનું
“આચાર્ય સ્તવ' નામક ત્રીજું પ્રકરણ સમાપ્ત.