SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ નું આચાર્ય ૧૯૩ ક્રોધાગ્નિથી બળતે મનુષ્ય બીજાને પણ બાળે છે. ક્રોધરૂપ મદિરા પીનાર માણસ બેભાન બની પોતાની અતિ પ્રિય વસ્તુને પણ તોડીફાડી નાખે છે. અને પાછળથી પશ્ચાત્તાપ કરે છે. સારું કે નરસું કંઈ દેખી નહિ શકવાને લીધે કોધી મનુષ્ય આંધળા જેવો બની જાય છે. ઉપકારીના અનહદ ઉપકારોને ક્ષણમાત્રમાં ભૂલી જઈને ક્રોધી મનુષ્ય કૃતઘી બને છે. હોદો ધરું gurr ” કોઈ પ્રીતિને નાશ કરે છે. કોધી મનુષ્ય મહાપ્રયત્ન પ્રાપ્ત થતા સુગને સહજમાં ટાળી નાખે છે. ક્રોધ કરવાથી જીવ કુરૂપ, સત્ત્વહીન, અપજશી અને અનંત જન્મમરણ કરવાવાળો થાય છે. તેથી કોઇ એ હળાહળ ઝેર છે. આ વગેરે અનંત દુર્ગણોનો ધારક ક્રોધ છે, એમ જાણે આચાર્યજી કદાપિ સંતપ્ત થતા નથી. તેઓ પોતે સદૈવ શાન્ત-શીતળીભૂત રહે છે અને અન્યને પણ શાન્ત, શીતળ બનાવે છે. ૨ માન–માનમેહનીય કર્મ બધા આત્મપ્રદેશમાં હોય છે. પણ બોલ ઉપરથી માન કળી શકાય છે. તે વચનનું ઉત્પત્તિસ્થાન ડોકમાં છે અને તે વખતે ડોક અક્કડ લાગે છે, તે અપેક્ષાએ માનનું નિવાસસ્થાન ગરદન છે. તે મનુષ્યને અક્કડ બનાવે છે. “માણે ળિય નાતળોઅર્થાત્ માન વિનયને નાશ કરે છે. વિનય વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના જીવાજીની ઓળખાણ નહીં, જીવાજીવની જાણ વિના દયા નહીં, દયા વિના ધર્મ નહીં, ધર્મ વિના કર્મોને નાશ નહીં, અને કર્મના નાશ વિના મુક્તનું શાશ્વત સુખ નહીં. એટલે મેક્ષગતિને અટકાવનાર અભિમાન છે. o When passion cnters at the foregate, wisdom goes out from the posterior. (Fielding's Proverbs) જ્યારે ક્રોધ આગલે બારણેથી પ્રવેશ કરે છે ત્યારે બુદ્ધિ પાછલે બારણેથી પલાયન કરી 04 9. Anger begins with Folly and ends with repentance. (Manders' Proverbs) અર્થાત્ ક્રોધના આરંભમાં મૂર્ખતા અને અંતમાં પશ્ચાત્તાપ હોય છે. ૧૩
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy