SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ જૈન તત્ત્વ પ્રકાશ જાથા–નિષિ નિરિત્ર, નિરિતિનિછા સમૂઢિિ ક .. उवबूह थिरीकरणे, वच्छल्ल पभावणे अट्ठ ॥ २ ॥ અર્થ -૧. નિરસંઝિ-પોતાની અલ્પમતિથી શાસ્ત્રની કઈ વાત સમજમાં ન આવે તે તેમાં શંકા કરે નહિ. કારણ કે સાગરનું પાછું જેમ ગાગરમાં સમાય નહિ તેમ અનંતજ્ઞાની પ્રણિત ગહન તત્ત્વજ્ઞાનને આપણું અ૯૫ બુદ્ધિ પચે નહિ, પરંતુ જેમ મૂલ્યવાન રત્નોની કિંમત નિષ્ણાત ઝવેરી કરી આપે ત્યારે તેની પર વિશ્વાસ, બેસે છે, તેવી જ રીતે જિનવચન પર પ્રતીતિ રાખવી. વીતરાગ ભગવાન કદી પણ ન્યૂનાધિક કે અસત્ય પ્રરૂપે નહિ, તેઓએ અનંત કેવળજ્ઞાનમાં જે ભાવ દીઠા તે જ પ્રકાશ્યા છે, એ. વિશ્વાસ રાખે. ર. નિવૃત્તિ અન્ય મતાવલમ્બીનાં ગાન, તાન, ભેગ, વિલાસમહિમા, પૂજા, ચમત્કાર આદિ ઓડખર જોઈને તે મતને સ્વીકાર કરવાની અભિલાષા કરે નહિ તથા એમ કહે નહિ કે આપણા ધર્મમાં એવું હોત તે ઠીક થાત. મિથ્યા ઢગથી આત્મકલ્યાણ થતું નથી. બાદાત્યંતર ત્યાગ અને આમદમનથી જ કલ્યાણ થાય છે. ૩. નિવિિાછી મને તપ, સંયમાદિ ધર્માચરણ કરતાં કરતાં આટલે દીર્ઘકાળ વીત્યા, છતાં આજ પર્યત તેનું કશું ફળ દષ્ટિગોચર ન થયું તો હવે શું થવાનું હતું! ન માલુમ આ કષ્ટનું કશું ફળ હશે કે નહિ ! આ કરણીના ફળમાં સંદેહ કદાપિ ન કરવો. જેમ યેગ્ય ક્ષેત્રમાં વાવેલું બીજ વૃષ્ટિના યોગથી કાળાંતરે ફળદાયી નીવડે છે તેમ આ મરૂપ ક્ષેત્રમાં વાવેલું કરણીરૂપ બીજ શુભ પરિણામરૂપ જલવૃષ્ટિથી યથાયોગ્ય કાળે પરિપકવ થઈ અવશ્ય ફળદાયી નીવડે છે. કરણ કદાપિ વાંઝણું હોતી નથી એવી દઢ શ્રદ્ધા રાખવી. ૪. મૂવિટ્ટી-જેમ મૂઢ મનુષ્ય ગોળ, બળ, સેનું, પીત્તળ સરખાં માને છે તેમ ભેળા મનુષ્યો બધા ધર્મ સમાન માને છે, પરંતુ જિનેંદ્રપ્રણિત દયામય + પરમ ધર્મની બરાબરી કઈ પણ * શરમન સિનિ જેવાં ન રમાવો જે પિતાને બૂ લાગતું હોય તે બીજા પ્રત્યે પણ ન આચરવું.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy