SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જેન તત્વ પ્રકાશ ઉપરોક્ત અપ, બહુ, વગેરે ૬ નેકેટિએ ગુણવાથી ૫૪ ભાંગા, પાંચમા મહાવ્રતના થાય છે, અને તે ૫૪ ને દિવસે આદિ ૬ એ ગુણતાં ૩૨૪ ભાંગા થાય છે. પંચાચાર જ્ઞાનાચાર–જ્ઞ=જાણવું એ ધાતુ પરથી જ્ઞાન શબ્દ બને છે. જ્ઞાન વિના ઈસિતાર્થની સિદ્ધિ ન હોય. તેથી જ્ઞાન આચરણીય છે. આચાર્યજી પોતે જ્ઞાનસંપન્ન હોય છે અને અન્યને જ્ઞાનવાન બનાવવા પ્રયત્ન કરે છે. શ્રી તીર્થંકર પ્રણિત અને ગણધર રચિત દ્વાદશાંગી શાસ્ત્રોને નિમ્નક્ત ૮ દોષરહિત પોતે ભણે છે અને બીજાને ભણાવે છે. જ્ઞાનના ૮ આચાર काले विणए बहुमाणे, उवहाणे तह अणिण्हवणे । वंजण अत्थ तदुभए, अविहो नाणमायारो ॥ १ ॥ અર્થ–-દિવસના અને રાત્રિના પહેલા અને છેલ્લા (થા) પહોરમાં કાલિક સૂત્ર અને અન્ય કાળમાં ઉત્કાલિક સૂત્ર + ૩૪ અસઝાય * ટાળીને યથાયોગ્ય કાળે શાસ્ત્રપઠન કરે. ૨. વિUTU–જિનશાસનનું મૂળ વિનય છે. એટલા માટે જ્ઞાનીની આજ્ઞામાં રહીને તેમને આહાર, વસ્ત્ર, પાત્ર, સ્થાન આદિથી ચિત શાતા ઉપજાવે, તેઓ જ્ઞાનને પ્રકાશ કરે “તહત પ્રમાણ”, “જી” ઈત્યાદિ વચનથી આદરપૂર્વક તેમનાં વચનને સ્વીકાર કરે. જ્ઞાનનાં સાધન પુસ્તકાદિને નીચે અગર અપવિત્ર સ્થાને ન રાખે. આ વિનયપૂર્વક ગ્રહણ કરેલું જ્ઞાન સુપ્રાપ્ય અને ચિરસ્થાયી થાય છે. + ૩૨ સુત્રોમાં ૧૧ અંગ ૭ ઉપાંગ (જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને નિરિયાવલિકા પંચક) ૪ છેદસૂત્ર અને ૧ ઉત્તરાધ્યયન સૂત્ર એ ૨૩ સૂત્ર કાલિક છે. બાકીનાં ૫ ઉપાંગ અને ૩ મૂળ સૂત્ર ઉત્કાલિક છે. અને ૩૨ મું આવશ્યક સૂત્ર કાલિક ઉત્કાલિક છે. અર્થાત આવશ્યક ભણવામાં કઈ પ્રકારના સમયને બાધ નથી. x ૩૪ અસજઝાય-૧, ઉલ્કાપાત-તારે ખરે તે એક મુહૂર્ત અસ્વાધ્યાય, ૨, દિશાદાહ-દિશાદાહ પ્રાતઃ અને સંધ્યાકાળે લાલ રંગનાં વાદળ રહે ત્યાં સુધી
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy