SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ - જન તત્વ પ્રકાશ ૪ આ પ્રમાણે ત્રીજે આરે પૂર્ણ થતાં જ એક સાગરોપમાં ૪૨૦૦૦ વર્ષ એ છે “દુઃખમ સુખમ” (દુઃખ ઘણું, સુખ ) નામને ચોથે આરે લાગે છે. ત્યારે પહેલાંની અપેક્ષાએ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વગેરેના પુદગળની અનંતગુણ ન્યૂનતા થતી જાય છે. અનુક્રમે ઘટતાં ઘટતાં દહપ્રમાણ ૫૦૦ ધનુષ્યનું આયુષ્ય એક કોડ પૂર્વનું રહી જાય છે. દિવસમાં એક વખત ભોજનની ઈચ્છા થાય છે. અને ૬ સંઘયણ x ૬ સંસ્થાન તથા ૫ ગતિઓમાં જનારા મનુષ્ય હોય છે, ૨૩ તીર્થકર, ૧૧ ચક્રવતી પછી ૯ વાસુદેવ, ૮ બલદેવ, ૯ પ્રતિવાસુદેવ પણ આ જ આરામ થાય છે. વાસુદેવ– પૂર્વ ભવમાં નિર્મળ તપસંયમનું પાલન કરી નિયાણું કરે છે અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી વચમાં એક ભવ સ્વર્ગ કે નરકને કરીને ઉત્તમ કુળમાં માતાને ૭ ઉત્તમ સ્વપ્ન આવતાની સાથે જન્મ ગ્રહણ કરે છે. શુભ મુહુર્તમાં જન્મ ધારણ કરી યુવાવસ્થાને પ્રાપ્ત કરી રાજપદ ગ્રહણ કરે છે. વાસુદેવપદની પ્રાપ્તિના સમયે ૭ રત્ન ઉત્પન્ન થાય છે. ૧. સુદર્શન ચક્ર, ૨. અમેઘ તલવાર, ૩. કૌમુદીગદા ૪. પુપમાલા પ. ધનુષ્ય-અમેઘ બાણ (શક્તિ) ૬. કસ્થલ મણિ અને ૭. મહારથ. ૨૦,૦૦,૦૦૦ અષ્ટાપદનું બળ એમના શરીરમાં હોય છે. એમના પહેલા પ્રતિવાસુદેવ ઉત્પન્ન થાય છે. તે દક્ષિણાર્ધ ભારતના ત્રણ ખંડનું રાજ્ય કરે છે. પછી વાસુદેવ તેને મારીને તેના રાજ્યના અધિકારી બને છે. અર્થાત્ એમનું ત્રણ ખંડમાં એક છત્ર રાજ્ય હોય છે. * ૧ વજઋષભનારાચ સ હનન-જેનું શરીર-બંધારણ એટલે હાડકાં હાડકાના સાંધાઓ અને ઉપરનું પડ વગેરે વજન હેય છે ૨. ઋષભનારાચ સહનન–જેનાં હાડકાં અને સંધિની ખીલીઓ તે વાની હોય અને હાડકાંના ઉપરનું પડ સાધારણ હાય ૩. જેને કિલિ (ખીલી) તે વજની હોય અને હાડકાં તથા ૫ડ સાધારણ હોય તે મારા સંહનન ૪ જેના હાડમાં ખીલી આરપાર ન ગયેલ હોય, અડધીજ બેસી હોય, તે અર્ધ નારાય સ હનન છે. જેને હાડકાંની સંધીમાં ખીલી ન હોય, ફક્ત ૫ડ મજબુત હોય તે કીલિકા સંહનન અને ૬. જેનાં હાડ જુદા જુદા હેય, ચામડાથી બંધાયેલ હોય તેનું નામ સેવાર્ત સહનન. સંઘયણ એટલે હાઇકા, ઋષભ-બંધન. નાચ એટલે સંધિ.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy