SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જેનાશ્રિત કળા અને તેને ઇતિહાસ ૪૧ પૈકીનાં ભાઠ ચિત્રા (ચિત્ર નં. પર થી ૫૯) અત્રે રજુ કર્યું છે. ગુજરાતની જૈનાશ્રિત કળાનાં ચિત્રોમાં કુદરતી દમ્યાની રજુમ્માત પહેલવહેલી આ મતમાં કરેલી માલૂમ પડે છે. વળી ખંભાતના શાંતિનાથના ભંડારની ‘પર્યુષણા ૫”ની પ્રત મધ્યેનાં બે ચિત્રા પૈકીનું એક ચિત્ર (ચિત્ર નં. ૧૦૪) તથા ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત મધ્યેનાં ચારે ચિત્રા (ચિત્ર નં. ૬૨ થી ૬૫) કે જેના સમય લગભગ તેરમા સૈકાના હોવાના સંભવ છે તે પણ અત્રે રજુ કરવામાં આવેલાં છે. અને છેલ્લે પાટણના સંધવીના પાડાના ભંડારની ઋષભદેવ ચરિત્રની પ્રત મધ્યેનાં એ ચિત્રા (ચિત્ર નં. ૬૦-૬૧) અત્રે રજી ક્યાં છે. ગામ, તાડપત્રની પ્રાચીન કળાના એ વિભાગ પૈકીના પ્રચમ વિભાગ અત્ર સમાપ્ત થાય છે. આ પ્રથમ વિભાગનાં સઘળાં યે ચિત્રા ગુજરાતના સ્વતંત્ર સાલંકી અને વાઘેશ્વા વંશના હિંદુ રાજવીઓના રાજ્ય અમલ દરમ્યાનમાં ચીતરાગ્મેલાં છે, તેથી જ આ ચિત્રામાં કાઈ પણુ નતનું પરદેશી કળાનું મિશ્રણ જોવામાં આવતું નથી. ગુજરાતની સ્વતંત્ર હિંદુ સત્તાના અંત વિ.સં. ૧૩૫૬મા ગુજરાતના છેલ્લા હિંદુ રાજવી કરણ વાઘેલાના સમયમાં થયે તે સાથે જ તાડપત્રની પ્રાચીન કળાના પ્રથમ વિભાગના પણ અંત આવે છે. પ્રાચીન તાડપત્રની કળાને દ્વિતીય વિભાગ [વિ. સં. ૧૩૫૭ થી ૧૫૦૦] ગુજરાતની જૈનાશ્રિત કળાના તાડપત્રીય ચિત્રાના દ્વિતીય વિભાગની શરૂઆત વિ.સં. ૧૩૫૭થી થાય છે. પરંતુ જેના ઉપર તારીખ નોંધાએલી છે એવી તાડપત્રની ચિત્રવાળી પ્રત વિ.સં. ૧૪૨થી પહેલાંની મળી નથી. ગુજરાતની જૈનાશ્રિત કળાના તાડપત્ર ઉપરનાં સુંદરમાં સુંદર ચિત્રો આ સમય દરમ્યાનનાં જ મળી આવે છે. વિ.સં. ૧૪૨૭માં લખાયેલી પ્રત અમદાવાદના ઉજમફાઈની ધર્મશાળાના ગ્રંથભંડારમા આવેલી છે. જેમાં છ ચિત્રા ચીતરેલાં છે (ચિત્ર નં. ૬૭થી ૭૨ અને ૭૯ થી ૮૧). આ મત કલ્પસૂત્ર અને કાલકકથાની છે. તેમા ખાસ વિશિષ્ટતા તા એ છે કે તે વિ. સં. ૯૨૭ની પ્રત ઉપરથી નકલ કરાએલી છે, કારણકે નકલ ઉતારનારે તારીખ તેની તે કાયમ રાખી છે. બીજી એક પ્રત આ સમયની, તારીખ વગરની, ઇડરના શેઠ આણંદજી મંગળજીની પેઢીના તાબાના ગ્રંથભંડારમાં આવેલી છે, જેમા લગભગ ચિત્રો ૩૪ છે તેમાંથી ૨૩ ચિત્રો આ ગ્રંથમા રજુ કરવામા આવ્યાં છે. (ચિત્ર નં. ૭૭, ૭૮ તથા ૮૨ થી ૧૦૩ અને ૧૦૯ થી ૧૧૨ સુધી). તાડપત્રની પ્રત ઉપર સાનાની શાહીથી ચીતરેલાં ચિત્રો હજી સુધી આ એક જ પ્રતમાં મારા જોવામાં આવ્યાં છે. કલ્પસૂત્રના વધુમાં વધુ ચિત્રપ્રસંગે આ પ્રતમાં મળી આવે છે. ત્રીજી એક પ્રત તાડપત્રનાં ચિત્રામાં સુંદરમા સુંદર ચાર ચિત્રાવાળી ‘સિદ્ધહેમ વ્યાકરણ’ની પાટણુના સંધના વખતજીની શેરીના ભંડારમાં આવેલી છે (ચિત્ર નં, ૧૦૫થી ૧૦૮). તાડપત્રીય ચિત્રોના સંપૂર્ણ વિકાસ ઉપરની ત્રણ પ્રતામાં ઉત્તરાત્તર વધતા દેખાય છે. ઇડરની ‘કલ્પસૂત્ર'ની પ્રત તથા પાટણની ‘સિદ્ધહૈમ’ની પ્રત ઉપર લખાવ્યાની તારીખ વગેરેના ઉલ્લેખ કરવામા આવેલા નથી, પરંતુ ગુજરાતની જૈનાશ્રિત કળાના ખારીક નિરીક્ષકને તરત જ જણાઇ આવે છે કે ઈડરની પ્રતનાં ચિત્રામાંનું સંપૂર્ણ રેખાંકન, સેાનાની શાહીને છૂટથી ઉપયાગ અને લિપિના ભરાડ વગેરે સાબિતી આપે છે કે તે ચૌદમી સદીથી વધુ પ્રાચીન તો નથી જ. જ્યારે ચાર સિદ્ધહૈમ'ની પ્રતમાનાં ચિત્રા પૈકી એ ચિત્રામાં મંત્રી કર્મણ તથા તેના ભાઇઓ શા. વિક્રમસિંહ, શા. રાજસિંહ તથા તેના
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy