SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જનાશ્રિત કળા અને તેને ઈતિહાસ ૨૫ જન સંઘનું બંધારણ કરવા અને જૈન શાસોને પુનરહાર કરવા વીર નિવણ સંવત ૯૮૦માં દેવહિંગણિ ક્ષમાશમણના નેતૃત્વ નીચે એક મહાપરિષદ પણ અહીં મળેલી. સમય જતાં વલ્લભપુરનું પણ પતન થયું. વઢીયાર પરગણામાં મહાતીર્થ શ્રીશંખેશ્વરની છાયામાં આવેલા પંચાસરના ચાવડા રાજા બળવાન થયા. તેમની સમૃદ્ધિથી લલચાઈ કલ્યાણ નગરના રાજા ભૂવડે બે વખત ચઢાઈ કરી ચાવડારાજ જયશિખરીને હરાવી માર્યો અને ગૂર્જર ભૂમિ ઉપર પિનાની સત્તા સ્થાપી. પણ આથી કાંઈ ચાવડા વંશના ઐશ્વર્યને અંત આવ્યો નહિ. યુદ્ધના અંત પહેલાં વનમાં મોક્લી દીધેલી જયશિખરીની ગર્ભવતી રાણી રૂપસુંદરીએ ચંદુર ગામ પાસે વનરાજ નામના બાલકને જન્મ આપ્યો. આ ઉત્તમ લક્ષણવાળા બાલકને જૈનાચાર્ય શ્રીશીલગુણસૂરિએ વણેદમાં એક શ્રાવિકાને ત્યાં આશ્રય અપાવ્યો. ગરુની સંભાળ નીચે યોગ્ય ઉમરે પહોંચતાં જ બહાર વનરાજે સ્વપરાક્રમ અને ચાંપા વાણુઓના નામથી પ્રસિદ્ધ ચંપક શ્રેષ્ઠિની કિંમતી સલાહ તથા બહાદુરી, શ્રીદેવી વિકાના આશીર્વાદ અને અણહિલ રબારી જેવાં ગૂર્જર સંતાનોની સહાનુભૂતિથી સેલંકીઓને હાંકી કાઢવા અને જૈન જ્યોતિષીઓએ આપેલા શુભ મુહૂર્ત પાટણ શહેર વસાવી ત્યાં રાજધાની કરી. ગુજરાતના આ પાટનગર ઉપર શ્રીશીલગુણસૂરિના શિષ્ય જૈનાચાર્ય શ્રીદેવચંદ્રસૂરિના આશીર્વાદ ઢળ્યા. ગાદી ઉપર સ્થિર થતાં જ ગુરુના ઉપકારને બદલો વાળવા મહારાજા વનરાજે પંચાસરથી ગુરુ મહારાજને નિમંત્રી સમસ્ત ગૂર્જર સામ્રાજ્ય તેમના ચરણે ધર્યું. અકિંચન મુનિરાજે સધર્મ સમજાવી ધર્માર્થે ઉપયોગ કરવા તે સામ્રાજ્ય વનરાજને પાછું સેપ્યું. ગુરુ મહારાજની ઈચ્છાનુસાર પંચાસરા પાર્શ્વનાથનું ભવ્ય દેરાસર પાટનગરમાં બધાવ્યું. જેનેના હાથે અને તેમની મદદથી સ્થપાએલા આ પાટનગરના અને તેના મહારાજ્યના સાત સો વર્ષના ઈતિહાસમાં જૈન સંસ્કૃતિનું સ્થાન મહત્વનું કહી શકાય. જૈનાચાર્યના આશીર્વાદ પામેલી પાટણની ગાદી ઉપર આવનાર ચાવડા, સોલંકી અને વાઘેલા રાજાઓમા જૈન ધર્મ બહુમાન પામ્યો. મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવનું જૈન ધર્મ તરફનું આસ્તિકતાનું વલણ તથા ગુર્જરેશ્વર કુમારપાળને જૈનધર્મ સ્વીકાર ઈતિહાસપ્રસિદ્ધ છે. આ સમય દરમ્યાન ચંપક શ્રેષ્ઠિ, મંત્રી વિમલ, મહેતા મુજાલ, ઉદયન મંત્રી, સાંતૂ મહેતા, મહામાત્ય વસ્તુપાલ, સેનાપતિ તેજપાલ વગેરે જૈન મંત્રીશ્વરો તથા દંડનાયકે, શ્રી વર્ધમાનસૂરિ, શ્રીહરિભદ્રસૂરિ, માલધારી શ્રી હેમચંદ્રસૂરિ, શ્રીઆસ્રદેવસૂરિ, શ્રી શાંતિસૂરિ, શ્રી સૂરાચાર્ય વગેરે જૈન વિદ્વાને અને ગતના સર્વાંગ સંપૂર્ણ “સિદ્ધહેમવ્યાકરણ'ના રચનાર કલિકાલસર્વજ્ઞ મહારાજ શ્રી હેમચંદ્રસૂરિ જેવા મહાનાયકે થઈ ગયા. આ સમય દરમ્યાન પ્રાંતભરમાં રાજયાશ્રયથી, મંત્રીઓના ખર્ચે અગર શ્રેષ્ઠિઓની લક્ષ્મી વડે હજારો ભવ્ય ચેત્યો ગુજરાતમાં ઠેરઠેર બંધાયા તથા ગ્રંથભંડારો સ્થપાયા, જેમાંના કેટલાકની જોડી તે જગતભરમા મળવી મુશ્કેલ છે. છેલ્લા સોલંકી રાજા ભીમદેવ બીજાના સમયમાં મુસલમાન સત્તા ભારતમાં સ્થપાઈ અને જે ભીમદેવના હાથે પોતે સખત હાર ખાધી હતી તે જ ભીમદેવને માહોમાંહેના કુસંપ અને અવિચારી
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy