SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઈતિહાસ પ્રસ્તાવ ના Dા નિબંધને ઉપર પ્રમાણે નામ આપવાનો ઉદ્દેશ દેશની એકતાના સ્થાને સાંપ્રદાયિક તત્વ Mઉપર ભાર મૂકવાનું નથી. ભારતવર્ષની સમગ્ર કલામાં ભાવના અને ઉદ્દેશનું અમુક પ્રકારનું એક્ય છે; છતાં તેના સમયયુગોની દષ્ટિએ, રાજ્યકર્તી પ્રજાની દષ્ટિએ, ધાર્મિક સંપ્રદાયની દષ્ટિએ, આશ્રયદાતાઓની દષ્ટિએ ભેદ પાડી પ્રકારે બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે હિંદુ કલા, ઇસ્લામી કલા, રાજપુત કલા, મોગલ કલા, બૌદ્ધ કલા ઇત્યાદિ. આવી ભદદષ્ટિઓ તે તે કૃતિઓના સમુદાયની સમજણ અને તેમને રસાસ્વાદ આપવામાં સમર્પક બને તો તે કલામીમાંસામાં અસ્થાને છે તેમ નહિ ગણાય. અત્યાર સુધી કલાના જે પ્રકારો પાડવામાં આવ્યા છે તે આ દષ્ટિએ કેટલા યોગ્ય છે તે ભારતીય કલાના વિવેચકોએ વિચારવા જેવો પ્રશ્ન છે. અમે આ ગ્રંથમાં આપેલી મોટા ભાગની કલાકૃતિઓના સમુદાયને ઉપરના નામથી અંકિત કરીએ છીએ તેનાં કારણો નીચે પ્રમાણે છે: (૧) આ કલાકૃતિઓના નિર્માણ તથા અંગ્રહ ગુજરાન (પ્રાચીન વ્યાપક અર્થમાં)માં થએલા છે અને તેના કલાકારો મોટા ભાગે ગુજરાતના વતની હતા. ૧ આ વિષયમાં આજ પર્યત નીચે મુજબના લેખો લખાયા છે. ગુજરાતી ભાષામા(૧) શ્રીયુત જિનવિજ્ય-વિજયસેનસૂરિને આગ્રાના સંઘે મેકલેલો સચિત્ર સાંવત્સરિક પત્ર' જે, સા સશેક વર્ષે ૧લું ઇસ ૧૯૨૨, ૫.૨૧ર-ર૧૭. (૨) શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા- જન પ્રતિમાવિધાન અને ચિત્રકલા' જ, સા. સંશોધક વર્ષ ૩૪ ઈસ. ૧૯૨૯ ૫.૫૮-૧૧, (૩) શ્રીયુત રવિશંકર મહાશંકર રાવળ-હિંદી કલા અને જિન ધર્મ જૈન સા. સંશોધક વર્ષનું ઇસ. ૧૯૨૯, ૫.૭૯-૮૧. (૪) શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈ- જન સંસ્કૃતિ-કથાઓ' છે. સા. સં. ઈતિહાસ ઈસ. ૧૯૩૭, ૫.૦૯૭-૮૦૭. અંગ્રેજી ભાષામાં– W. Norman Brown in 'Indian Art and Letters' 1929 London p. 16. in 'Eastern Art' Philaledphia U S.A 1930 pp. 167-206. in ‘Paranassus' November 1930 p. 34-36. in 'The Story of Kalak' 1933 Washington pp. 13-24. in 'Paintings of the Jain Kalpa-Sutra' 1932 Washinghton U S.A.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy