SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જેને શમણુસંસ્કૃતિ અને લેખનકળા ખરલમાં નાખી સાકરના પાણી સાથે ખૂબ ઘૂંટવો. પછી તે હિંગળકને કરવા દઈ ઉપર જે પીળાશપડતું પાણી તરી આવે તેને ધીરેધીરે બહાર કાઢી નાખવું. અહીં પણ પીળાશપડતા પાણીને બહાર કાઢતાં એ ધ્યાનમાં રાખવું કે એ પાણીની સાથે હિંગળકનો લાલાશપડતો શુદ્ધ ભાગ બહાર નીકળી ન જાય. ત્યાર બાદ તેમાં ફરીથી સાકરનું પાણી નાખી છંટો અને ઠર્યા પછી ઉ૫ર તરી આવેલા પીળાશપડતા પાણીને પૂર્વવત્ ફરી બહાર કાઢી નાખવું. આ પ્રમાણે ત્યાં સુધી પીળાશ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. ધ્યાનમાં રહે કે આમ બે પાંચ વખત કર્યું નથી ચાલતું, પણ લગભગ દસથી પંદર વાર આ રીતે ધાયા પછી જ શુદ્ધ લાલ સુરખ જેવો હિંગળક તેયાર થાય છે. ઘણે મેટો ઘાણ હોય તે આથી પણ વધારે વાર હિંગળકને ધે પડે છે. ઉપર પ્રમાણે ધોવાઈને સ્વચ્છ થએલા હિંગળોકમાં સાકર અને ગુંદરનું પાણી નાખતા જવું અને ઘૂંટતા જવું. બરાબર એકરસ થયા પછી જે હિંગળાક તૈયાર થાય તેને વડીઓ પાડી સુકવો. કામ પડે ત્યારે જેવો જાડો પાતળો રંગ જોઈએ તે પ્રમાણે તેમાં પાણી નાખી તેને વાપર. આ બનાવટમાં ગુંદરનું પ્રમાણ ઓછુંવતું ન થાય એ માટે વચમાં વચમાં તેની પરીક્ષા કરતા રહેવું; એટલેકે તૈયાર થતા હિંગળકના આંગળી વડે એક પાના ઉપર ટીકા કરી એ પાનાને ભેજવાળી જગ્યામાં પાણઆરામાં અગર પાણીની હવાવાળા ઘડામાં) બેવડું વાળી મૂક્યું. જે તે પાનું એકાએક ન ચેટ તે ગુંદરનું પ્રમાણ વધારે નથી થયુ એમ સમજવું અને એ ટીકાને સુકાઈ ગયા પછી નખથી ખેતરતાં સહજમા ઉખડી જાય તે ગુંદર નાખવાની જરૂરત છે, એમ જાણવું. અષ્ટગંધ ૧ અગર ૨ તગર ૩ ગોરોચન ૪ કસ્તૂરી ૫ રક્તચંદન ૬ ચંદન ૭ સિંદુર અને ૮ કેસર, આ આઠ સુગંધી દ્રવ્યોના મિશ્રણથી અષ્ટગંધ બને છે. અથવા ૧ કપૂર ૨ કસ્તૂરી ૩ ગોરોચન ૪ સંધરફ ૫ કેસર ૬ ચંદન ૭ અગર અને ૮ ગેહૂલા, આ આઠ કિંમતી દ્રવ્યના મિશ્રણથી પણ અષ્ટગધ બનાવવામાં આવે છે. યશ્નકર્દમ ૧ ચંદન ૨ કેસર ૩ અગર ૪ બરાસ ૫ કસ્તૂરી ૬ ભરચકેલ ૭ ગોરોચન ૮ હિંગક ૯ રતજણી ૧૦ સોનેરી વરક અને ૧૧ અંબર, આ અગિયાર સુગધી અને બહુમૂલાં દ્રવ્યોના મિશ્રણથી યક્ષકર્દમ બને છે. અષ્ટગંધ અને યક્ષકમાં આ બંનેયને ઉપયોગ મંત્ર-તંત્ર-મંત્રાદિ લખવા માટે થાય છે. “મણી” શબ્દનો પ્રયોગ ઉપર અમે કાળા, લાલ, સેનેરી, રૂપેરી શાહીઓ બતાવી ગયા, એને આપણે ત્યા મણી એ નામથી ઓળખવામાં આવે છે. ખરું જોતાં “મણી' શબ્દને વાર્થ મેષ-કાજળ થાય છે, એટલે ૧૦ સાકરનું પાણી ઘણી સાકર નાખીને ન બનાવવું પણ મધ્યમસર સાકર નાખવી.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy