SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કર જેન ચિત્રકલ્પમ ભેગળા જેવા બનાવવામાં આવે છે. કપડું એ સ્વાભાવિકરીતે લાંબા તાકા ૫ હોય છે, એટલે તેને જેવડે લાંબો-પહાળે લીરો જોઈએ તેવડ લઈને, તેને ઉપર કહ્યા પ્રમાણે ખેળ લગાડીને ભૂંગળારૂપે બનાવવામાં આવે છે. આ ટિપ્પણુઓને ઉપગ શાસ્ત્રીય વિષયના પ્રકીર્ણક વિસ્તૃત સંગ્રહે, બારવ્રતની ટીપ-ચાદી, આચાર્યોને ચોમાસાની વિજ્ઞપ્તિ કે સાંવત્સરિક ક્ષમાપના કરવા માટેના વિજ્ઞપ્તિપટે તેમજ ચિત્રપટો આદિ લખવા માટે કરવામાં આવે છે. કાષ્ઠપદ્રિકા લેખનના સાધન તરીકે કાઠ૫દિકા–લાકડાની સાદી કે રંગીન પાટી–૫ણું વપરાતી હતી. જેમ જૂના જમાનામાં વ્યાપારી લોકો તેમના રોજિંદા કાચા નામા વગેરેને પાટી ઉપર લખી રાખતા હતા તેમ આપણા ગ્રંયકારો ગ્રંથરચના કરતી વખતે પોતાના ગ્રંથના કાચા ખરડાઓ લાકડાની પાટી ઉપર કરતા હતા અને બરાબર નક્કી થયા પછી તે ઉપરથી પાકી નકલે ઉતારવામાં આવતી હતી. કાઈપદિકાઓને સ્થાયી ચિત્રપદ કે મંત્રયંત્રપટ ચિતરવા માટે ઉપયોગ થતો હતો. એ સિવાય પાંચ કક્કા (જુઓ ચિત્ર નં. ૯–૧૦) ચીતરેલી જૂની કાપદિકાઓ પણ જોવામાં આવે છે. છે કે હિપ હી શકાય ત–લેખણ, જુજવળ આદિ જે વડે લિપિ લખી શકાય એ જાતના સાધનોમાં સેઈ, બરની લેખણ, જુજવળ, ઓળિયું વગેરેને સમાવેશ થાય છે. કર્ણાટક, સિંહલ, બ્રહ્મદેશ આદિ દેશમાં જ્યાં તાડપત્ર ઉપર કોતરીને પુસ્તક લખવામા આવે છે ત્યાં લખવાના સાધન તરીકે અણીદાર સોઇયાની જરૂરત હોય છે; પરંતુ મુખ્યતયા બ્રાહ્મીદેવનાગરી લિપિમાલખાએલાં જૈન પુસ્તકો માટે, એ લિપિને મરેડ જુદા પ્રકારનો ઈતેને સાઈયાથી કોતરીને લખવી શકય ન હોવાથી, જૈન સંસ્કૃતિએ લખવાના સાધન તરીકે ઉપરોક્ત સેઇયાથી અતિરિક્ત બરની લેખણે પસંદ કરી છે; અને લીટીઓ દોરવા માટે તેણે જુજવળ, ઓળિયુ, કાબીઆંકણું વગેરે સાધને ઊભાં કર્યા છે. કેટલાક મંત્ર, તંત્ર, યંત્ર આદિ લખવા માટે સોના-ચાંદીની કે દર્ભ વગેરેની કલમે પણ કામમાં લેવામાં આવે છે. લેખણ માટે બરૂ અને તેની પરીક્ષા બરૂ' શબ્દ આપણામાં મેગલ સાથેના સહવાસને કારણે પડે છે. આપણે ત્યાં એને કા-કાઠા તરીકે ઓળખવામાં આવે છે. લેખણે માટે અનેક જાતનાં બરૂઓ પસંદ કરવામાં । पट्टिकातोऽलिखच्चेमां, सर्वदेवाभिधो गणिः । आत्मकर्मक्षयायाथ, परोपकृतिहेतवे ॥१४॥ उत्तराध्ययनटीका नेमिचन्द्रीया (रचना संवत् ११२९) ખાતાનના પ્રદેશમાંથી ખરાઠી લિપિમાં લખાએલી કેટલીક પ્રાચીન કાઝપડિકાઓ મળી આવી છે ૪૭ સંવત ૧૫૯૦માં લખાએલી કહ૫સૂત્રની પ્રતિના અંતમાં પુરતીને લગતા કેટલાક ઉપકરણે–સાધને–નાં નામે છે તેમાં કાંઠાનું નામ મળે છે. બાલટ ૧, પાટીઉં ૨, પાટલું ૩. ક૫ડવું , ચલોટ૬ ૫, મુહપતી , ઠવણી ઝલમલ ૮, વીટાંગણમાં ૯, ૫૧૦,૬૧, કોબી ૧૨, ઉપલુ ૧૩, તુકારવાલી ૧૪, કાં ૧૫, દોર ૧, ઇતિ નંગસંખ્યા.'
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy