SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકલ૫મ જોવામાં આવે છે. જેમ આજકાલ જુદાજુદા દેશમાં નાના મોટા, ઝીણા જાડા, સારા નરસા આદિ અનેક જાતના કાગળો બને છે તેમ જુના જમાનાથી માડી આજ પર્યત આપણા દેશના દરેક વિભાગમાં અર્થાત કાશ્મીર, દિલ્હી, બિહારના પટણા શાહાબાદ આદિ જિલ્લાઓ, કાનપુર, સુંડા (મેવાડ), અમદાવાદ, ખભાત, કાગળપુરા (દેલતાબાદ પાસે) આદિ અનેક સ્થળોમાં પોતપોતાની ખપત અને જરૂરીઆતના પ્રમાણમાં કાશ્મીરી, લુંગળીઆ, અરવાલ, સાહેબખાની, અમદાવાદી, ખંભાતી, શણુઆ, દેલતાબાદી આદિ જાતજાતના કાગ બનતા હતા અને હજુ પણ ઘણે ઠેકાણે બને છે, તેમાંથી જેને જે સારા ટકાઉ અને માદક લાગે તેનો તેઓ પુસ્તક લખવા માટે ઉપયોગ કરતા. આજકાલ આપણુ ગૂજરાતમાં પુસ્તક લખવા માટે કાશ્મીરી, કાનપુરી, અમદાવાદી આદિ કાગળને ઉપયોગ થાય છે, તેમાં પણ અમદાવાદમાં બનતા કાગળો વધારે પ્રમાણમાં વપરાય છે. કાગળનાં પાનાં કાગળ આખા હેય તેમાંથી જેઇતા માપનાં પાનાં પાડવા માટે આજે આપણી સમક્ષ જેમ પેપરકટર મશીને-કાગળ કાપવાનાં પા–વિદ્યમાન છે તેમ જૂના જમાનામાં તેવાં ખાસ મંત્રા ન હતાં. તેમજ આકાલ જમ જે સાઈઝ-માપના જેટલા કાગળ જોધએ તેટલા એકીસાથે મળી શકે છે તેમ ૫ણું ન હતું; એટલે ગમે તે માપના કાગળોમાંથી જોઇતા માપનાં પાનાં પાડવા માટે તે કાગળોને હિસાબસર વાળવામાં આવતા હતા અને લોઢા વગેરેના તૈયાર કરેલા તે તે માપના પતરાને ૧ તા. ૨૪ માર્ચ ૧૯૩૫ના “હરિજનબંધુ'ના : ૩ અંક ૨ માં “બિહારમાં કાગળ ઉગ' શીર્ષક લેખમાબિહારના પટણા, શાહાબાદ, અરવાલ વગેરે જુદા જુદા પ્રદેશમાં બનતા જથ્થાબંધ કાગળને અંગે જે ટૂંકી નોધ આપવામા આવી છે એ ઉપરથી તેમજ બીજી નધિને આધારે આપણને ખ્યાલ આવી શકે છે કે ભારતવર્ષના જુદા જુદા વિભાગે અને નગરોમાં કાગળને ઉગ કેટલે રાજ્ય હતું ૪૨ કાગળનાં નામે કેટલીકવાર જે ગામમાં પ્રદેશમાં તે બનતા હોય તે ઉપરથી પડતાં અને કેટલીક્વાર તેના માવામાં પડતી મુખ્ય ચીજને લક્ષ્યમાં રાખીને પડતાં, કેટલીકવાર એ નામો એના બનાવનારના નામથી પ્રચલિત થતાં, જ્યારે કેટલોકવાર એ તેના ગુણ-સ્વભાવ ઉપરથી પણ ઓળખાતા. ૪૭ રશી કાગળ કેમ બનતા એની ટૂંકમાં તે સસ માહિતી મેળવવા ઇચછનારને તા ૨૫ નવેમ્બર ૧૯૭૪ના “હરિજનબંધુ'ના ૫ ૨ અંક ૩છમાં સ્વામી આનંદે લખેલો ખાદી કાગળ' શીર્ષક લેખવા ભલામણ છે. જ કામમીરી કાગળે રેશમના કચામાંથી બનતા હોઈ અત્યંત કામળ તેમજ એટલા મજબૂત હોય છે કે તેને બે આનાથી પકડી રથી આંચકા મારવામાં આવે તેપણતે એકાએક ફાટતા નથી. આકાગળોમાં જે સાથી સારા અને ટકાઉdય છે એ બધાયને કાશ્મીરની સરકાર વીણીવીણુને પોતાના દફતરી કામ માટે ખરીદી લે છે, એટલે ત્યાની સરકાર સાથે લાગવગ પહોંચી શકતી હોય તે જ અમુક પ્રમાણમાં એ કાગળે ત્યાંથી મળી શકે છે. ૪૫ અમદાવાદી કાગળની મુખ્ય ઓળખ એ છે કે તેને પ્રકાશ સામે રાખીને જોતાં તેમાં ઝીણાં ઝીણાં સંખ્યાબંધ કાણાં રખાશે. આ કાણાં ખાવાનું કારણ એ કહેવાય છે કે એ કાગળોના માવાને સાબરમતી નદીના પાણીથી લેવામાં આવે છે, એટલે એ પાણી સાથે ભળેલાં રતીનાં ઝીણાં રજકણે એ માવામા શાળી બય છે, જે કાગળ બન્યા પછી સુકાઈને સ્વયં શ્રેયં પડી જાય છે અને બદલામાં તેમાં ઝીણાં ઝીણા કાણાં રખાય છે આ કાગળો ટકાઉ છે તેને વ્યાપારી લે થાપડા માટે પણ વાપરતા-વાપરે છે.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy