SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જેન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૨૩ જ પરિચય આપે છે. એટલે અહીં જે કેટલુંક વિગતવાર લખવામાં આવે છે તે, તે તે પુસ્તકના નામ અને વ્યુત્પત્તિને અનુસરીને લખવામાં આવે છે. ગંડી પુસ્તક જે પુસ્તક જાડાઈ અને પહેળામાં સરખું અર્થાત ચેખ હેઈ લાંબુ હોય તે “ગંડી પુસ્તક કહેવાય છે. ગંડી' શબ્દનો અર્થ ગંડિકા-કાતળી થાય છે, એટલે જે પુસ્તક મંડિકા-ગંડી જેવું હોય તેને મંડી પુસ્તક કહેવામાં આવ્યું હોય. આજકાલ જે હસ્તલિખિત નાનાંમોટાં તાડપત્રીય પુસ્તકો મળે છે તેનો અને તાડપત્રની ઢબમાં લખાએલાં કાગળનાં પુસ્તકોનો આ ગંડી પુસ્તકની જાતમાં સમાવેશ થઈ શકે. ક૭પી પુસ્તક જે પુસ્તક બે બાજુને છેડે સાકડું હોય અને વચમાંથી પહેલું હોય તેનું નામ “કચ્છી પુસ્તક છે. આ પુસ્તકના બે બાજુના છેડા શંકુના આકારને મળતા લંબગોળ અણીદાર હોવા જોઈએ. આ જાતનાં પુસ્તકો અત્યારે ક્યાંય દેખાતાં નથી. મુષ્ટિ પુસ્તક જે પુસ્તક ચાર આંગળ લાંબુ હોઈ ગોળ હોય તેને “મુષ્ટિ પુસ્તક કહે છે; અથવા જે ચાર આંગળનું ચતુર–હોય તે “મુષ્ટિ પુસ્તક'. મુષ્ટિ પુસ્તકના ઉપરોક્ત બે પ્રકાર પૈકી પહેલા પ્રકારમાં ગાયકવાડ ઓરીએન્ટલ ઈન્સ્ટીટયૂટ વડોદરાના સંગ્રહમાં વિદ્યમાન ૭૫૭૭ નંબરના મવકતા જેવાં પુસ્તકોને સમાવેશ થઈ શકે. આ પુસ્તક મૂડીમાં રાખી શકાય તેવું હોવાથી અથવા મૂડીની જેમ ગેળ વાળી શકાતું હોવાથી તેને મુષ્ટિ પુસ્તક કહી શકાય. જોકે અહીં લબાઇનું માપ માત્ર ચાર આંગળનુ જ જણાવ્યું છે, તેમ છતાં નાનાંમોટાં ટિપણાકારમાં લખાતાં પુસ્તકોનો આમાં સમાવેશ કરી શકાય. બીજા પ્રકારમાં અત્યારની નાનીનાની રોજનીશી-ડાયરીઓને મળતા નાની હાથથી જેવા લિખિત ગુટકાઓ ગણી શકાય. તેમજ મૂડીની બેવડમાં રાખી–પકડી શકાય તેવા દરેક નાના ક મોટા, ચરસ કે લંબચેરમ ગુટકાઓને આ બીજા પ્રકારના મુષ્ટિપુસ્તકમાં સમાવેશ કરી શકાય. સંપુટફલક લાકડાની પાટીઓ૮ ઉપર લખેલા પુસ્તકનું નામ “સંપુટાલક છે. યંત્ર, ભાંગાઓ, જેઠીપ, वृत्तिः–'गडीपुस्तकः कच्छपीपुस्तकः मुष्टिपुस्तकः सम्पुटफलक छेदपाटीपुस्तकश्चेति पश्च पुस्तका।' बृ. क. सू. उ. ३. (ख) 'तनुमिः पत्ररुच्छ्रितरूपः किञ्चिदुमतो भवति छेदपाटीपुस्तक इति ।' स्था० अ० ४ उ० २. अभिधानराजेन्द्र भाग ३ पत्र १३५८. ૨૭ આ પુરતક સેનેરી શાહીથી ચિત્રટિપણા પે બે કૅલમમાં લખાએલું છે. એની લંબાઈ ૧૦ ફીટની અને પહોળાઈ ઈચની છે એક ઈચમાં લીટીઓ છે અને એ દરેક લીટીમાં ૧૯ થી ૨૧ અક્ષરે છે. બે કલમમાં થઈને ૩૮ થી ૪૨ અક્ષર છે. કલમની પહોળાઇ લગભગ સવાસવા ઈચની છે અને બાકીને ભાગ બે બાજુ અને વચમાં માજન તરીકે છે. ૨૮ જુઓ ટિપણ ૨૨ ૫
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy