SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકલ્પદ્રુમ કેટલીક સૂચક અને મહત્વની ને થએલી છે તેને આધારે તે સમયની લેખનકળા અને તેનાં સાધન ઉપર પ્રકાશ પાડે તેવું આપણને ઘણું ઘણું જાણવા મળે છે. ભગવતીસૂત્ર નામના જૈન અંગઆગમના પ્રારંભમાં, પ્રથમ પંચપરમેષ્ઠિને નમસ્કાર કર્યા પછી તરત જ ન જમીપ સિવી એ રીતે બ્રાહ્મી” લિપિને નમસ્કાર કરવામાં આવ્યો છે. એ નમસ્કાર જૈન શમણસંસ્કૃતિએ પુસ્તકલેખનના આરંભ સમયે જે લિપિને સ્થાન આપ્યું તેને સૂચક છે. જેમ બૌદ્ધ સાહિત્ય બ્રાહ્મી, મરાઠી, બમઝ, સિંહાલીઝ, ટિબેટન, ચાઈનીઝ આદિ અનેક દેશવિદેશની ભિન્નભિન્ન લિપિમાં લખાયું છે એ રીતે જૈન પ્રજા દ્વારા જૈન આગમ આદિ સાહિત્ય બ્રાહ્મી લિપિ સિવાયની બીજી કોઈપણ લિપિમાં લખાએલું હોવાને કે મળવાનો સંભવ નથી. અમે પ્રથમ કહી આવ્યા તેમ બ્રાહ્મી લિપિમાંથી અનેક લિપિઓ જન્મી છે એટલે અહીં બ્રાહ્મી લિપિથી દેવનાગરીને મળતી બ્રાહ્મી લિપિ એમ કહેવાને અમારે આશય છે. મગધની ભૂમિ પર ઉપરાઉપરી આવી પડતા ભયંકર દુકાળ અને દાર્શનિક તેમજ સાંપ્રદાયિક સંધર્ષણઅથડામણુ અને કલહને પરિણામે કમેક્રમે જૈન શ્રમણએ પોતાની માન્ય મગધભૂમિને સદાને માટે ત્યાગ કરી સૌરાષ્ટ્રની ભૂમિમાં કાંઈક સ્થાયી આશ્રય લીધા પછી એ ભૂમિમાં જૈન ધર્મનાં મૂળ ઊંડાં રોપી એને પિતાના કેન્દ્ર તરીકે બનાવી. એ જ ભૂમિમા પ્રસંગ પડતાં સ્થવિર આર્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે પિતાના આધિપત્ય નીચે સંધસમવાય એકત્ર કરી નક્કી કર્યું કે જેને આગને લિપિબદ્ધ કર્યા સિવાય સાધુજીવીઓના સાધુજીવન અને જૈન ધર્મ લાંબા સમય સુધી ટકી શકશે નહિ. આ મુજબના સૌરાષ્ટ્રભૂમિમાં થએલા નિર્ણયને અંતે એ જ પ્રદેશમાં શરૂ કરેલ પુસ્તકલેખન ત્યાંની સંસ્કૃતિને અનુકૂળ લિપિમા જ થાય એ સ્વાભાવિક છે. એટલે જેન શ્રમણસંસ્કૃતિએ ગ્રંથલેખન માટે નાગરી લિપિને મળતી બ્રાહ્મી લિપિને પસંદ કરી હતી, જેનો પ્રચાર પ્રાચીન કાળમાં અને અત્યારે પણ લાંબા વિસ્તારમાં હતો–છે' એમ માનવામાં અમને બોધ જણાતો નથી. પુસ્તકલેખન આદિનાં સાધન નાસ્ત્રીયોપાંગ, જેને સમય બીજા કોઈ ખાસ પ્રમાણે ન મળે ત્યાસુધી વલ્લભવાચનાને મળતો એટલે કે વીરાત લગભગ હજાર અને વિક્રમની છઠ્ઠી સદીનો નિર્ણન છે, તેમાં એક સ્થળે દેવતાઓને વાંચવાનાં પુસ્તકોનું વર્ણન આવે છે. એ વર્ણન તે જમાનાને અનુકૂળ લેખનોપયોગી સાધનો દ્વારા કરેલું છે. સૂત્રકારે એ બધાં સાધનને સુવર્ણ-રત્ન-જમય વર્ણવેલા છે, પણ આપણે એને સાદી દષ્ટિએ વિચાર કરીએ તે એ ઉલ્લેખ તે જમાનામાં લખાતાં તાડપત્રીય પુસ્તકોને બરાબર બંધ બેસે તે છે. રાજપ્રક્રીયસૂત્રના એ ઉલ્લેખને અહીં બેંધી તેમાં દર્શાવેલા સાધનને આપણે જોઈએ तस्स गं पोत्थरयणस्स इमेयास्वे वण्णावासे पण्णते, ते जहा-रयणामयाई पत्तगाई, रिट्रामईयो कबियाओ, तवणिज्जमए दोरे, नाणामणिमए गंठी, वेलियमणिमए लिप्पासणे, रिट्रामए छदणे, तवणिज्जमई સંદર, બ્રિામ મરી, હાઈ ફળ, બ્રિામા અથરાદ, ગ્નિ સત્ય . (É s૬).
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy