SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકુકથન છૂટથી અપનાવ્યા છે, સંખ્યાબંધ દિગંબરીય તેમજ જૈનેતર ગ્રંથો ઉપર ટીકાઓ રચી છે અને અતિ વિપુલ પ્રમાણમા એ સંપ્રદાયના સાહિત્યને સંગ્રહ પિતાનાં પુસ્તકાલયમાં કર્યો છે; જ્યારે દિગંબર આચાર્યોએ જેનેતર સાહિત્ય વગેરે ઉપર ટીકાદિ રચવાં, તેને ઉદારતાથી સાહિત્યસર્જનમાં ઉપયોગ કરવો તેમજ પોતાના ગ્રંથાલયોમાં એ સાહિત્યનો છૂટથી સંગ્રહ કરવો વગેરે તે દૂર રહ્યું પરતુ સ્વસમાન વેતાંબરીય સંપ્રદાયના સાહિત્યને અપનાવવું, તેના ઉપર ટીકા વગેરેનું સર્જન કરવું, પિતાને ત્યાં એ પ્રથાનો અધ્યયન-અધ્યાપન વગેરેમાં ઉપયોગ કરવો કે છેવટે અનેક દષ્ટિએ એ સાહિત્યનો સંચય કરવો એ આદિ પણ અતિ અલ્પ પ્રમાણમાં અથવા નહિ જેવું જ કર્યું છે. શ્વેતાબર જૈનાચાર્યોએ પિતાના સાહિત્યમાં ગુણગ્રાહી તેમજ તત્ત્વગ્રાહી દષ્ટિએ જેટલા વિપુલ પ્રમાણમાં દિગબર સાહિત્યને ઉપયોગ કર્યો છે તેના શનાંશ જેટલે યે દિગંબરાચાર્યોએ પિતાના સાહિત્યમાં વેતાંબરીય સાહિત્યને ગુણગ્રાહી તેમજ તત્વગ્રાહી દષ્ટિએ ઉપગ કર્યો નથી, એટલું જ નહિ પણ અધ્યયન-અધ્યાપનની નજરે કવેતાંબરીય સાહિત્યને પિતાના જ્ઞાનભંડારામા સ્થાન સુદ્ધાં પણ આપ્યું નથી. એ જ કારણું છે કે આજના શ્વેતાંબરીય જ્ઞાનભંડારોમાં સંખ્યાબંધ દિગંબરીય પુસ્તકોને સંગ્રહ છે, જયારે દિગંબરીય જ્ઞાનભંડારોમાં તાબરીય પુસ્તકે ભાગ્યે જ જોવામાં આવે છે. અસ્તુ. આટલું કહ્યા પછી અહીં એક વાત ઉમેરી દઈએ કે લેખનકળાના વિષયમાં દિગંબર જૈનાચાર્યો અને દિગંબર પ્રજાના કાળો ગમે તેટલો વિશાળ હોય તેમ છતા ગૂજરાત વગેરેમાં તેમને ફાળે લગભગ નથી એમ કહેવામાં જરાયે અણઘટતું કે વધારે પડતું નથી. ભારતીય સમગ્ર સાહિત્યના સંગ્રહની દષ્ટિએ તેમજ લેખનકળાના વિધાનની દષ્ટિએ - તાંબર મૂર્તિપૂજક જૈનોના જ્ઞાનભંડારોમાં છે અને જેટલી વિવિધતા તેમજ અપૂર્વના પરાપૂર્વથી ચાલી આવી છે એની જોડ આજના પાશ્ચાત્ય પ્રજાના પુસ્તક સંગ્રહાલયને બાદ કરી લઈએ તો બીજે કયા યે નથી અને પ્રાચીન કાળમાં ક્યાં યે ન હતી, એને ખ્યાલ આજે પણ જૈન પ્રજા પાસે પુસ્તક-લેખનકળા, પુસ્તક-સંશોધનકળા તથા પુસ્તક-જ્ઞાનભંડારોના સંરક્ષણની કળાનો અને એ દરેકને લગતા વિવિધ પ્રકારનાં ઉપકરણે તેમજ સાધનોને જે પ્રાચીન મહાને વાર છે,–જેને વિસ્તૃત પરિચય અમે અમારા “જૈન લેખનકળા’ વિષયક આ નિબંધમાં આપ્યો છે – એ ઉપરથી સહેજે આવી શકશે. પ્રસ્તુત નિબંધમાં અમે અમારા અલ્પ સ્વલ્પ અવલોકનને પરિણામે જૈન લેખનકળા અને તેના સાધન વગેરેના સંબંધમાં જે કાંઈ લખ્યું છે એ ઉપરથી સમજી શકાશે કે પ્રાચીન કાળમાં જૈન પ્રજા પાસે લેખનકળા અને તેનાં સાધન આદિના સંબંધમાં જે કળા અને વિજ્ઞાનને આદર્શ હતો એ ભારતીય લેખનકળામાં અતિ મહત્વનું અને બેનમૂન સ્થાન મેળવનાર હો. આજના મુદ્રણયુગમાં ઓસરતી જતી લેખનકળાના જમાનામાં પણ શ્વેતાંબર જૈન પ્રજાને એ કળા તેમજ સાહિત્ય તરફ કેટલો આદર–પ્રેમ છે એ જાણવા માટે માત્ર એટલે જ નિદૈ પૂરતો છે કે ચાલુ છેલ્લી સદીમાં જૈન મુનિઓ, જેન તિઓ અને જૈન શ્રીસંઘે મળી લગભગ બે લાખની સંખ્યામાં પુસ્તક લખ્યા-લખાવ્યા છે અને હજુ પણ સંખ્યાબંધ પુસ્તકો લખાયે જાય છે. એ જ
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy