SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૭૯ ત્યાં આવી પહોંચ્યા ને ગુરૂનું વચન સંભળાવી તેને અટકાવી. બીજે દિવસે સવારમાં–પ્રભાતમાં જ સુકાળ થયો. ચિત્રમાં ઉપર વ અને નીચે એમ ત્રણ પ્રસંગો છે; કક્ષાના પરિચયની શરૂઆત વચ્ચેના વિદ્યાપિંડના ચિત્રથી થાય છે. ભદ્રાસન ઉપર વજસ્વામીજી બેઠાં છે. સામે પાત્રમાં વિદ્યાપિંડ હોય એમ લાગે છે. દરેક શિષ્યના હાથ મલ્વેના એકેક પાત્રમાં તેઓ વિદ્યાપિંડ આપતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરને વજસ્વામીજી તથા તેઓના શિષ્યાના અનશનને પ્રસંગ જેવાને છે, ત્યાર પછી સૌથી નીચેનો ઈશ્વરી શ્રાવિકા વસેન મુનિને હર્ષિત થઇને લક્ષમૂલ્યના ચિખા-ભાન વહેરાવતી દેખાય છે. અગ્નિ ઉપર ભાતની હાંલ્લીઓ ચડાવેલી છે. વજસેન મુનિના પાત્ર નીચે આહારને છાંટે બિદ જમીન ઉપર પડીને તેના અંગે જીવોની વિરાધના થવા ન પામે તે માટે થાળ મુકેલ છે. વજન મુનિની પાછળ એક શિષ્ય જમણા હાથમાં પાત્ર રાખીને ઉભેલ છે. ચિવ ૨૬ પુસ્તકાલેખન. કાંતિવિ. ૧. પાના ૮૪ ઉપરથી. વીરનિર્વાણુ સંવત ૯૦૦ વિ.સં. ૫૧ (ઈ.સ. ૫૩)માં દેવદ્વિગણિ ક્ષમાશ્રમણના આધિપત્ય૫ણ નીચે આગ પુસ્તકાદ થયાં. ચિત્રમા ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના પુસ્તકાલેખનના ચિત્રથી થાય છે. ચતુર્વિધ સંઘ સમક્ષ ભદ્રાસન ઉપર બેસીને શ્રીદેવહિંગણિ ક્ષમાશ્રમણ ડાબા હાથમાં પુસ્તક તથા જમણા હાથમાં પકડેલી લેખનથી પુસ્તક લખતા હોય એમ લાગે છે સામે બે સાધુઓ તથા બે શ્રાવકે હસ્તની અંજલિ જોડીને બેઠેલા છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચને પુસ્તક સુધારવાની પદ્ધતિને પ્રસંગ જોવાનો છે. ગુમહારાજ ગ્રંથ સુધારતા જણાય છે કારણ કે સામે બેઠેલા શિવના હાથમાં મણીભાજન પકડેલું છે. પંદરમા સૈકાના સમયની લેખનપદ્ધતિ તથા ગ્રંથ સુધારણ પદ્ધતિને સુંદર પુરાવો આ ચિત્ર આપણને પુરો પાડે છે. Plate LXXI LXXII and LXXIII ચિત્ર ૨૭૦-૨૭૧-૨૩૨ કલ્પના સુશોભને. હંસવિ. ૧ ની પ્રતના સુશોભન કળાના સુદર નમૂનાઓ. Plate LXXIV ચિત્ર ૨૭૩ હંસવિ. ૧ ના પાના ૨૯ ઉપરથી. ગર્ભ નહિ ફરકવાથી ત્રિશલાને શેક. શ્રમણ ભગવાન મહાવીરે માતા પ્રત્યેની અનુકંપા અથવા ભક્તિને લીધે વિચાર્યું કે મારા હલન-ચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે. તેથી તેઓ નિશ્ચલ થયા, જરાપણ ચલાયમાન ન થતા નિબંદ અને નિષ્કપ થયા. પિતાના અંગે પાંગને એવી રીતે રોપવ્યા કે માતાને જરાપણ કદ ન થાય. માતાનું હૃદય-અનહદ ચિંતા પ્રભુ નિશ્ચલ થયા એટલે માતાને એકદમ ફાળ પડી. માતાને લાગ્યું કે ખરેખર મારે ગર્ભે કોઈ દુષ્ટ દેવે હરી લીધે, અથવા તો અકસ્માત મૃત્યુ પામ્યો; કાં તે તે ચવી ગયો અને કા તે ગળી ગયો. એવી એવી અનેક શંકાઓ માતાના હૃદયમાં ઉદ્ભવી. મારે ગર્ભ પહેલાં જે
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy