SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જૈન ચિત્રક દુષ જોડીને ઇન્દ્રની આજ્ઞાને સ્વીકાર કરતા નમ્રભાવે ઊભેલે છે, તે પણ વસ્ત્રાભૂષ્ણથી સુસજ્જિત છે. તેના મસ્તક ઉપર પણ છત્ર છે. બંનેના કપાળમાં U આવી જાતનું તિલક છે જે તે સમયના સામાજિક રિવાજનું અનુકરણ માત્ર છે. ચિત્ર ૮૭ શસ્તવ. ઈડરની પ્રતના પાના ૯ ઉપરથી. ચિત્રનું કદ ર×ર ઈંચ છે. સધર્મેન્દ્રે શક નામના સિંહાસન ઉપર બેઠાંબેઠાં પેાતાના અવધિજ્ઞાન વડે શ્રમણુ ભગવાન મહાવીરને, ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યો દેવાના બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થએલા જોયા. જોતાં જ તે ર્પિત થયા. હર્ષના અતિરેકથી, વરસાદની ધારાથી પુખ્ત વિકાસ પામે તેમ તેના રામરાજી વિકસ્વર થયા, તેનાં મુખ અને નેત્ર ઉપર પ્રસન્નતા છવાઇ રહી, તરત જ શક્રેન્દ્ર આદર સહિત ઉત્સુકતાથી પેાતાના સિંહાસન ઉપરથી ઊઠયો, ઊઠીને પાદપીઠથી નીચે ઊતર્યાં, ઊતરીને રત્નાથી જડેલી બંને પાદુકાઓને પગમાંથી ઉતારી નાખી. પછી એક વસ્ત્રવાળું ઉત્તરાસંગ ધારણ કરીને અંજિલ વડે બે હાથ જોડી તીર્થંકરની સન્મુખ સાત-આઠ પગલાં ગયે. પછી પોતાના ડાબા ઢીંચણ ઊભા રાખી, જમણા ઢીંચણુને પૃથ્વીતળ ઉપર લગાડીને પેાતાનું મસ્તક ત્રણ વાર પૃથ્વીતળને લગાડયું, અને તે સાથે પેાતાના શરીરને પણ નમાવ્યું. કંકણુ અને ખેરખાંથી સ્તંભિત થએલી પેાતાની ભુજાઓને જરા વાળીને ઊંચી કરી, એ હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવર્તો કરી મસ્તક અંજલિ બેડીને શક્રસ્તવ વડે પ્રભુ શ્રીમહાવીરની સ્તુતિ કરી. ચિત્રમાં જમણી બાજુએ ઇન્દ્ર પેાતાના બંને ઢીંયણ પૃથ્વીતળ ઉપર લગાડી એ હાથની અંજલિ બેડેલા મસ્તક તથા શરીરને નમાવવાની તૈયારી કરતા અને એક હાથમાં વજ્ર ધારણ કરેલા દેખાય છે, તેના મસ્તક ઉપર એક સેવકે પાછળ ઊભા રહીને બે હાથે છત્ર પકડીને ધરેલું છે, છત્ર ધરનારની પાળે બીજી એક પુરુષ વ્યક્તિ એ હાથની અંજિલ જોડીને તથા ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં બે પુખ્ય વ્યક્તિએ પોતાના બંને ઢીંચણ પૃથ્વીતાને ઇન્દ્રની માકક જ અડાડીને ભક્તિ કરવા માટે તત્પરના તાવના ચિત્રકારે ચીતરેલા છે. આ ચિત્રમાં દરેક આકૃતિના કપડામાં મૂળ ચિત્રમાં જુદીજુદી જાતની ડિઝાઇના ચીતરવા માટે જુદીજુદી જાતના રંગો જેવા કે ગુલાબી, પીરાજી, આસમાની, વગેરે રંગાના તાડપત્રની પ્રતા ઉપર પહેલવહેલી વાર જ ઉપયાગ કરેલા ઇં. અગાઉના દેવીનાં ચિત્રાભા જુદીજુદી નૃતના સ્ત્રીઓના પહેરવેશની રજુઆત આપણે કરી ગયા છીએ, પરંતુ પુરુષ વ્યક્તિઓના પહેરવેશમાં જુદીજુદી જાતની ડિઝાનેાની રજુઆત આ પ્રતનાં ચિત્રા સિવાય બીજી કાણુ પ્રતમાં રજુ કરવામાં આવેલી દેખાતી નથી. આ ચિત્રા ઉપરથી પ્રાચીન સમયનાં ગુજરાતના પુરુષપાત્રા કેવી વિવિધ જાતનાં અને રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરતાં હતા તેને ખ્યાલ આવે છે. ચિત્ર ૯૯ શક્રાના ડરની પ્રતના પાના ૧૨ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ર×રે ઇંચ છે. શક્રસ્તવ કહીને શ્રમણુ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરીને, ન્દ્ર પાતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ ભૂખ રાખીને બેઠે. ત્યાર પછી દેવાના રાજા શક્રેન્દ્રને વિચાર થયા કે તીર્થંકરા, ચક્રવર્તી, અન્નદેવા અને વાસુદેવે માત્ર શુદ્ધ અને ઉચ્ચ ક્ષત્રિયકુળમાં જ જન્મ લઇ
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy