SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવશ્યુ ૧૦૫ મિ. બ્રાઉન આ ચિત્ર સરસ્વતી (અગર ચક્રેશ્વરી)નું હોવાની શંકા ઉઠાવે છે. પરંતુ હંસ પક્ષીની રજુઆત આપણને સાબિતી આપે છે કે એસરસ્વતીનું જ ચિત્ર છે. વળી આ ચિત્રમાં જે વસ્તુઓની રજુઆત તેના હાથમાં જોવામાં આવે છે તે પ્રમાણેનું જ વર્જીન મત્સ્યન્નત્તિ નામના એક વિદ્વાન જૈન સાધુએ રચેલા શ્રીવાસ્તોત્રમાં છે.૧૦ નંબર ૮–૯નાં ચિત્રાની એકએક આકૃતિ જાણે એક જ ઝટકે આલેખવામાં આવી હોય એમ લાગે છે, છતાં તેની પાછળ સ્વરૂપનું સંપૂર્ણ ભાન પ્રત્યક્ષ થાય છે, એ, ક્લાકારનું પીછી ઉપરનું અદ્ભુત પ્રભુત્વ અને છટા બતાવી આપે છે. વૃત્તાંતની વિગત જરા પણ ચૂક્યા વિના આલેખાએલાં, સુશાભન અને સુરચનાના નમૂનારૂપ આ બે ચિત્રા છે. તેમાંયે સરસ્વતીની ઊભી મૂર્તિનું દેહસૌાવ અને, તેના અંગેભંગ અલૌકિક પ્રકારનાં છે. Plate IV ચિત્ર ૧૦ શ્રીહેમચંદ્રસૂરિ, શિષ્ય અને પરમાર્હત કુમારપાળ, ખંભાતના શાં. ભં. ની દશવૈકાલિક લઘુવૃત્તિની વિ. સં. ૧૨૦૦ (ઇ.સ. ૧૧૪૩)માં લખાએલી તાડપત્રની હસ્તલિખિત પ્રતના છેલ્લા પાના ઉપરથી આ ચિત્ર લેવામાં આવેલું છે.૧૧ ચિત્રમાં ડાખી બાજુએ સિંહાસન ઉપર બેઠેલા આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિ, જમણા હાથમાં તાડપત્ર રાખીને, સામે બેઠેલા પોતાના શિષ્ય શ્રીમહેંદ્રસૂરિને પાઠ આપતા હાય તેમ લાગે છે, કારણકે આ પ્રત તેઓશ્રીના પાન નિમિત્તે લખાવવામાં આવી હાવાના ઉલ્લેખ છે. મહેદ્રસૂરિની પાછળ બે હાથ જોડીને ઉભેલી જે ગૃહસ્થની આકૃતિ ચીતરેલી દેખાય છે તે ઘણું કરીને ગૂર્જરેશ્વર કુમારપાળની હોય તેમ લાગે છે. શ્રીહેમચંદ્રની આગળ સ્થાપનાચાર્યે છે તથા મસ્તક ઉપરની છતમાં ચંદરવા ચીતરેલા જણાય છે. ચિત્ર ૧૧ ચિત્ર નં. ૧૦ ને માટે ભાગ ધસાઇ ગએલા હેાવાથી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી. રવિશંકર રાવળ પાસે તેના આદ્ય સ્વરૂપની રેખાલિઓ પૂર્ણ કરાવીને અત્રે રજુ કરી છે. १० वरददक्षिणबाहुघृताक्षका, विशदवामकरार्पितपुस्तिका । उभयपाणिपयोजभृताम्बुजा, दिशतु मेऽमितानि सरस्वती ॥ ४ ॥ - भ. पा. का. सं. भाग २ पृष्ट १९८ ભાવાર્થ-વરદાન દેનારી મુદ્રાવાળી તેમજ જપમાળાને ધારણ કરેલા દક્ષિણ હસ્તવાળી, વળી નિર્મળ ડાબા હાથમા પુસ્તક રાખ્યુ છે એવી તેમજ બંને કરકમળ વડે કમળને ધારણ કર્યુ છે એવી સરસ્વતી મન મનેવાછિત અર્પી—૪ ૧૧ પ્રતિ નીચે પ્રમાણે છેઃ ॥ મનને માત્રી | સંવત ૧૨/૧૦૦ (૧૨૦૦) વર્ષે શ્રાવળ ખુલી ન ચુપ વિને અળહિ પુરવાને સમસ્ત] રાગાવલી પૂર્વભૂખ્ય જમો [દ] . चारित्रचूडामणि सरस्वती विद्यामिधान • [શ્રા]વજ પ્રતિયોષા A . . . . પોષ નિસન સૂર્યનિય હોત .... . [૫]વેંદ્રસૂરિશ્મિ શિષ્ય[નાર્થ] . [श्रीम] चंद्रेण महत्तर हेतो दशवेकालिक लघुवृत्ति लिखापितमिति ॥ लेखक पाठकयोः ॥ शुभं भवतु [શિવ]મત્સુ || ૪ || ૩ ||
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy