SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જેન ચિત્રકલપકુમ અગાઉ કરી ગયા છીએ. શિલ્મના મુખ્ય પાંચ ભેદો છે. “આવશ્યક નિર્યુક્તિની ગાથા ૨૦૭ તેનું નીચે પ્રમાણે વર્ણન છેઃ “કુભાર, લુહાર, ચિતારો, વણકર અને નાપિત (જામ) ના એમ પાચ શિલ્પ મુખ્ય છે અને વળી તે પ્રત્યેકના વીસ વીસ અવાન્તર ભેદો છે.” જગતને કુભારની કળા પ્રથમ તીર્થંકરે બતાવી હતી. (હિંદુ શાસ્ત્રમાં બ્રહ્માએ બતાવી હતી એમ કહેવામાં આવે છે.) પ્રસંગ એમ બન્યું હતું કે કલ્પવૃક્ષોનો વિચ્છેદ થવાથી લકે કંદમૂળ અને ફલાદિક ખાતા હતા, અને ઘઉં, ચોખા ઇત્યાદિ અનાજ કાચું ને કાચું ખાતા હતા. તે તેમને પચતું નહતું. આથી પ્રજાએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી, ત્યારે હાથથી ઘસીને પાણીમાં પલાળીને અને પાંદડાના પડીઆમાં લઈને ખાવું એમ તેમણે ઉપદેશ આપે. એમ કરવા છતાં પણ લોકેનું દુઃખ દૂર થયું નહિ, એટલે ફરીથી તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું કે મેં સૂચવ્યા મુજબ પૂર્વોક્ત વિધિ કર્યા બાદ ઘઉ વગેરેને મુષ્ટિમાં અથવા બગલમાં થોડો વખત રાખ્યા બાદ ભક્ષણ કરે. આમ કરવાથી પણ તેમનું દુઃખ દૂર થયું નહિ. તેવામાં વૃક્ષની શાખાઓ પરસ્પર ઘસાતાં અગ્નિ ઉત્પન્ન થયે, આના વાસ્તવિક સ્વરૂપથી અજાણ્યા એવા તે સમયના મનુષ્યો તેને રન જાણુને પકડવા ગયા; પરંતુ તેથી તે તેમના હાથ દાઝવા લાગ્યા. આથી અગ્નિને કઈ અદ્દભુત ભૂત માનતા તથા તેથી ત્રાસ પામતા કે પ્રભુ સમક્ષ આવ્યા, ત્યારે પ્રભુએ તેમને કહ્યું કે સ્નિગ્ધ અને રૂક્ષ કાળને દોષ થવાથી આ તે અગ્નિ ઉત્પન્ન થયો છે, માટે તમારે તેની પાસે જવું અને તેની સમીપમાં રહેલાં તૃણાદિકને દૂર કરી તેને ગ્રહણ કરો, અને ત્યારબાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલા ઘઉ વગેરેને તેમાં નાંખી પકવ કરી તેનો આહાર કરે. તે મુગ્ધ લોકેએ તેમ કર્યું એટલે ઘઉ વગેરેને તે અગ્નિ સ્વાહા કરી જવા લાગ્યો. આ વાત તેઓએ પ્રભુ સમક્ષ રજુ કરી. આ સમયે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા. એમણે ત્યાં જ તેઓની પાસે લીલી માટીને પિંડ મંગાવી તેને હાથીને કુભાસ્થળ ઉપર મૂકી તેનું એક પાત્ર બનાવ્યું અને એ પ્રમાણે પાત્ર બનાવી તેમાં ઘઉં વગેરે રાખી તેને અગ્નિની મદદથી પકાવી તે ખાવાની તેમને સૂચના કરી. આ પ્રમાણે પ્રભુએ કુંભારના શિલ્પને વિધિ બતાવ્યો. ચિત્રમાં સફેદ હાથી ઉપર ભદેવ બેઠા છે. તેઓશ્રીના ડાબા હાથમાં માટીનું એક પાત્ર છે, અને તે હાથ ઊંચા કરીને સામે ઉભા રહેલા યુગલિક પુરૂને તે આપવા માટે ઉત્સુક્તા બતાવતા ચિત્રકારે એમને રજુ ક્યાં છે. સામે ઉભા રહેલા યુગલિક પુરુષના બંને હાથના ઊંચા કરેલા બબામાં પણ માટીના પાત્રની રજુઆત ચિત્રકારે કરી છે. હાથી પણ શણગારેલો છે. પ્રભુની પાછળ અંબાડીને સિંહાસન બનાવ્યું છે અને એમના ઉત્તરામિંગ ભાગ તો બતાવીને ચિત્રકારે છટાથી ગમન કરતા હાથીની રજુઆત કરી છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં આકાશમાં વાદળા દર્શાવ્યાં છે. ६ पंचेव य सिप्पाई, घड १ लोहे २ चित्त ३ गंत ४ कासवए ५। इकिकस्य य इत्तो, वीसं वीसं भवे भेया ॥२०७॥
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy