SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન લેખ લખી આપવા માટે તથા મારે “ગુજરાતની જીવાશ્રિત કળા અને તેને ઈતિહાસ' નામને આખો નિબંધ પ્રેસમાં મોકલતાં પહેલાં જોઈ જઈ તેમાં એગ્ય સૂચનાઓ આપવા માટે પુરાતત્ત્વ ત્રિમાસિકના ભૂતપૂર્વ તંત્રી સાક્ષરવર્ય શ્રીયુત રસિકલાલ છોટાલાલ પરીખને, “પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા નામને લેખ લખી આપવા માટે પરમ મુરબ્બી શ્રી રવિશંકર રાવળને, “નાટ્યશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપ' નામનો અભ્યાસ પૂર્ણ લેખ લખી આપવા માટે શ્રીયુત ડોલરરાય રંગીલદાસ માંકડનો તથા “સંયેાજનાચિત્રો” નામને લેખ લખી આપવા માટે તેમજ પોતાના સંગ્રહની “સપ્તશતી'ની પ્રતમાંથી ચિત્ર પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા માટે વડોદરા સરકારના ગુજરાતી ભાષાંતર ખાતાના મદદનીશ અધિકારી શ્રીયુત મંજુલાલ રણછોડલાલ મજમુદારને ખાસ આભાર માનું છું. ખાસ કરીને મારા આ આખાયે ગ્રંથના પ્રકાશનકાર્યમાં આદિથી તે અંત સુધી સતત મહેનત કરીને આવું સવાંગ સુંદર પ્રકાશન તૈયાર કરી આપવા માટે તથા મને જોઇતી માહિતીઓ તેમજ સૂચનાઓ પૂરી પાડવા માટે અને આ ગ્રંથનાં પુફ સંશાધનાદિ કાર્યોમાં ઘણું મહેનત લઈને કોઈપણ જાતની ક્ષતિ નહિ આવવા દેવાનો પ્રયત્ન કરવાનો સુયશ ગુજરાતની મુદ્રણકળાના નિષ્ણાત અને પ્રાણ સમાન શ્રીયુત બચુભાઈ રાવતને છે. એમને મારા ઉપરના એ અસીમ ઉપકારને હું કેઈપણ રીતે ભૂલી શકું તેમ નથી. તે સાથે “કુમાર કાર્યાલય'ના આખા યે સ્ટાફના માણસોએ જે ખંતથી મારું આ કાર્ય સુંદર રીતે તૈયાર કરી આપ્યું છે તેનો ખરો ખ્યાલ તો એ છાપકામ નજરે નિહાળનારને જ આવી શકે. તેમ છતા, રથના અંતભાગની તૈયારી દરમિયાન હુ વડોદરે રહેતો હોવાથી તેમાં કેટલેક સ્થળે ક્ષતિઓ લાગે તો સુજ્ઞ વાચકો તે અલને ઉદારભાવે નિભાવી સુધારીને વાંચી લેશે એવી વિનતિ છે. આ ગ્રંથના જેકેટ ઉપરનું શમનચિત્ર શ્રીયુત રવિશંકર રાવળના માર્ગદર્શન હેઠળ યુવાન જેન ચિત્રકાર ભાઈ જયંતીલાલ ઝવેરીએ તૈયાર કર્યું છે તેઓને પણ આ તકે આભાર માનું છું. આ ગ્રંથમાં આપવામાં આવેલાં તીર્થકરો તથા દેવદેવીઓનાં ચિત્રોને ઉપયોગ લેબલ, પિસ્ટ અગર સીનેમા સ્ક્રીન ઉપર લાવીને જૈન કેમની ધાર્મિક લાગણી નહિ દુખાવવા વાચકોને નમ્ર વિનતિ છે. મારા આ ગ્રંથના પ્રકાશનકાર્યમાં જે જે મુનિમહારાજે તથા વ્યક્તિઓ તરફથી પ્રત્યક્ષ અગર પરોક્ષ રૂપે મને સહાય મળી હેય તેઓનો પણ અત્રે હું આભાર માનું છું. પ્રાને, આ ગ્રંથ ગૂર્જરેશ્વર સર સયાજીરાવ ગાયકવાડને તેઓશ્રીના હીરક મહેત્સવના શુભ પ્રસંગે અર્પણ કરવાને સંપાદકનો એક જ ઉદ્દેશ છે કે ગુજરાતની પ્રાચીન કળાના બાકી રહેલા બે વિભાગો “ગુજરાતનાં લાકડકામો અને સ્થાપત્યકા'ના ભવિષ્યના કાર્યમાં ઉત્તેજિત કરીને ગુજરાતના ઇતિહાસ'ના ઉપયોગી અંગોને તેઓશ્રી પ્રકાશમાં લાવવા માટે સહાયકર્તા થાય. સારાભાઈ મણિલાલ નવાબ માગશર સુદ ૧૦ ગુરુવાર સ. ૧૯૯૨ વડોદચ • આઑિફૅજિકલ ઓફિસ
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy