SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જનશ્ચિત કળા અને તેને ઈતિહાસ ૫૧ કરવામાં આવ્યો છે, પણ તેમાંથી બચેલાં શેડાં કોતરકામો હજુ હયાત છે. જીહારના નામે આવાં તે કેટલાં યે જિનમંદિરનાં કોતરકામને અમદાવાદના દેરાસરના વહીવટકર્તા જેનેએ નાશ કરી નાખ્યો છે. સાંભળવા પ્રમાણે અમદાવાદના હાલના વિદ્યમાન દેરાસરાને મોટા ભાગ પહેલાંના સમયમાં લાકડાનાં કોતરકામવાળા હતા, પરંતુ સફાઈદાર (plain) બનાવવાના મેહે અને કળા વિશેની અજ્ઞાન અવસ્થાને લીધે ગુજરાતની પ્રાચીન જૈનાશિત લાકડાં ઉપરની મોટી કળાકૃતિઓને મોટો સમૂહ નાશ પામ્યો છે. પહકના વન અદિરાના લાડકામ. ૧૦ મણુઆતી પાડામાં શ્રીયુત લલ્લુભાઈ દાંતીના ઘરમાં લાકડાના સુંદર કોતરકામવાળું ઘરદેરાસર છે. ૧૧ કુંભારીઆ પાયામાં શ્રી ઋષભદેવ સ્વામીના દેરાસરમાં થાંભલાઓની કુંભીઓમા તથા રંગમંડપના ઘુની છતમાં બહુ જ સુંદર કારીગરીવાળાં મેતરકામો ખાસ દર્શનીય છે. પાટણનાં જૈન મંદિરનાં લાકડાનાં કોતરકામોમા સૌથી પ્રાચીન કોતરકામ આ હેય એમ મને લાગે છે. ૧૨ કપુર મહેતાના પાડામાં થાંભલાઓની આજુબાજુ લાકડામાં કોતરી કાઢેલી નર્તકીઓ તથા રંગમંડપના ઘુમટની છનનું તેમજ ફરતી પાટડીઓમાંનું લાકડાનું સુંદર કોતરકામ ખાસ દર્શનીય છે. ૧૩ એક બાવાના વૈષ્ણવ મંદિરમાં લાકડાના સુંદર કોતરકામવાળું પદ્માસન સાથેનું ઘર દેરાસર આવેલું છે. અમદાવાદની પેઠે પાટણમાંથી પણ કેટલાંયે સુંદર કોતરકામ છણે હારના નામે નાશ પામ્યા હશે. પાટણના વાડીપાર્શ્વનાથના ઓસવાળ મહેલામાં આવેલા દેરાસરનાં સુંદર કોતરકામે આજે અમેરિકાના કળાપ્રેમી ધનકુબેરેએ દ્રવ્યથી ખરીદીને ત્યાંના Metropolitan Museum મા બહુ જ ખૂબીપૂર્વક સુરક્ષિત રાખેલાં છે. મુબાઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં ભોયતળીએ રાખવામાં આવેલું લાકડાનું જૈન દેરાસર પણ સાંભળવા પ્રમાણે પાટણમાથી જ ગએલું છે. રાધનપુરનાં જૈન અધિનાં લાકડકામ ૧૪ ભાની પળમાં સળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં લાકડાનું સુદર કોતરકામ આવેલું છે. ૧૫ કડવામતીની શેરીમાં પ્રથમ શ્રી ઋષભદેવ પ્રભુના દેરાસરમાં પણ લાકડાનું સુંદર કોતરકામ છે. ૧૬ પાંજરાપોળમાં આદીશ્વરની શેરીમાં આદીશ્વરના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ છે. ૧૭ ભેચરા શેરીમાં બીજા તીર્થકર શ્રી અજિતનાથ સ્વામીના દેરાસરમાં લાકડાની દિવાલો ઉપર સુંદર ચિત્રકામ તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરનું લાકડા ઉપરનું સુંદર કોતરકામ સુરક્ષિત રાખવામાં આવ્યું છે. ૧૮ અખાદશીની પિાળમાં નાના ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર પણ લાકળના સુંદર કોતરકામવાળું છે. - - -- - ૪૪ આ ધ મને શ્રી જયંતવિજયજીએ પૂરી પાડી છે.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy