SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકલ્પમ છે તે આપણે ઉપર જણાવી ગયા. બીજી આકૃતિના હાથમાં પાનપાત્ર–ઝારી—પૂજન માટે કલશ (કે જે જિનમૂર્તિના અંગે પ્રક્ષાલન કરવા માટે આજે પણ ઉપયોગમાં લેવામાં આવે છે તે છે અને ત્રીજી આકૃતિના હાથમાં લો ગુચ્છ છે.' જતાવિલાસ વિ સં. ૧૫૦૮માં લખાએલું ‘વસંતવિલાસ' નામનું એક શૃંગારિક સચિત્ર કાવ્ય મૂળે કોઈ જેન ગ્રંથભંડારનું અગર કોઈ જન સાધુ પાસેનું ખીજડાની પોળના એક શાસ્ત્રીની પિથી વેચાતી હતી તેની સાથે ગુજરાતના વયોવૃદ્ધ સાક્ષરરત્ન દીવાન બહાદુર શ્રીયુત કેશવલાલ હર્ષદરાય ધુવને મળી આવ્યું હતું. આ કાવ્ય ખેળવાળા સુંવાળા કપડાના ચીરા ઉપર આસરેરાશી તકતીમાં ઉતારેલું છે. પ્રત્યેક તકતીના આરંભે જૂની ગુજરાતીમાં એક તુક તથા તે પછી કેટલાક સંસ્કૃતિ પ્રાકૃત શ્લોક આપેલા છે, અને તે ઉતારાની નીચે પ્રસંગને લગતું ગુજરાતની જનાશિત કળાની ઢબનું ચિત્ર આલેખેલું છે.૧૮ કાવ્યની નકલ ધળી ભેંય ઉપર લાલ, કાળી તથા શ્રી શાહીથી અને ક્વચિત કિરમજી ભોંય ઉપર સેનેરી શાહીથી, પડિમાત્રા વાળી જૈન દેવનાગરી લિપિમાં ઉતારેલી છે. લાલ, કાળા અને ભૂરી શાહીનાં લખાણ સુવાચ્ય છે, પતુ સોનેરી શાહીને ઘસારો લાગ્યો હોવાથી એનું લખાણ ઝાંખું પડી ગયું છે. આરંભની એક તકતીઓ નાશ પામી છે. ઓળીઆને છે નીચે પ્રમાણે પ્રશસ્તિ લખેલી છે? शुभं भवतु लेखक-पाठकयो ॥छ॥छ।। श्री गुर्जर श्रीमालवसे साहश्रीदेपालसुत-साहश्रीचंद्रपालमालपठनार्थ।। श्रीमन्नृप-विक्रमार्क-समयातीत संवत १५०८ वर्षे महामांगल्य-सभाद्रपद शुदि ५ गुरौ अयह भ्या महाराजाधिराजस्य पातशाह-श्रीअहमदसाहकुतुबदीनम्य विजय-राज्ये श्रीमदहम्मदावादवास्तुस्थाने आचार्य-रत्नागरेण लिखितोऽयं वसंत विरासः॥छाछ॥ આ પટ કપડાના લાબા ટીપણ રૂપે લખેલો છે. આજે પણ કેટલાક વૃહ તિષીઓ ટીપણુ રૂપે જન્મેત્રીઓ તૈયાર કરે છે. આ પટની લંબાઈ ૩૬ ફુટ અને પહોળાઈ ડાબા હાથ તરફ એક ઈંચ તથા જમણા હાથ તરફ પણ ઈચના વાસીઆ સુદ્ધાં ૯-૨ ઈંચ છે. “વિસ્ટાર ચમક ચમક થતી ચોદણીના જેવું કાવ્ય છે. એ નરસિંહ મહેતાના સમયની જૂની ગુજરાતીમાં રચાએલું છે. કવિની બાની અત્યંત મધુર અને ભાવભરી છે. ઉજજવળ શબ્દાલંકાર અને અર્થાલંકાર તેના માધુર્યનું અને રસનું પિપણ કરે છે. શૈલી સંસ્કારી છે. રસિક કર્તાનું નામ નથી મળતું એટલો મનને અસંતોષ રહે છે. ૩૯ પ્રસ્તુત કાવ્ય અમદાવાદમાંથી મળી આવેલી એક પ્રતને આધારે સૌથી પ્રથમ ગુજરાત શાળાપત્રના ૩૧મા પુસ્તકમાં ઇ.સ. ૧૮૯૨મા, પા. ૮૯ થી ૯૫, ૧૧૩ થી ૧૧૬, ૧૭૫ થી ૧૩૮, ૧૬૨ થી ૧૬૭ તથા ૧૯૩ થી ૧૯૬ ઉપર કકડે કકડે દી.બ. કેશવલાલ ધ્રુવે છપાવ્યું હતું. ત્યાર ૩૮ આ ચિને સ્થાનિક (ગુ.રાતના) શૈલીના ધિ તરીકે સર્વથી પ્રથમ ઇ.સ ૧૯૨૨મા સુમર્સિચિત્રકાર પુન રવિશંકર રાવળે ઓળખાવ્યાં હતાં. જુઓ “હાજી મહમ્મદ મારક-ગ્રંથ' છે. ૧૮૮, ૩૯ એ વસંતવિલાસ' નામને દી, બ પ્રવને “હામહમ્મદરમા-અથ'માંના લેખ, ૫. ૧૮-૧૮૮. S
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy