SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન Iકે વેતરાય નમઃ | on જરાતનાં મુખ્યમુખ્ય શહેરોમાં આવેલા જૈન ગ્રંથભંડારમાંના હસ્તલિખિન જૈન ધર્મગ્રંથ મથેનાં ચિત્ર ઉપરથી આ ગ્રંથના રૂપમાં ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેનો ઇતિહાસ ગૂર્જર પ્રજા સમક્ષ મૂકવા માટે હું જે ભાગ્યશાળી થયો છું તે છેલ્લા પાંચ વર્ષના પ્રયત્નનુ ફળ છે. વિ. સં. ૧૯૮૭ના શિયાળામાં “શ્રી દેશવિરતિ ધમરાધક સમાજ' તરફથી અમદાવાદના શેઠ ભગુભાઈના વંડામાં “શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન’ ભરવામાં આવ્યું હતું. તે સમયે “જૈન સાહિત્ય પ્રદર્શનની કાર્યવાહક સમિતિ તરફથી ચિત્રકળા તથા લેખનકળા વિભાગના ઓનરરી સેક્રેટરી તરીકે મારી નીમણુંક કરવામાં આવેલી. એ પ્રસંગે જૈન ભંડારોમાં છુપાએલી કળાલક્ષ્મીનું નિરીક્ષણ કરવાને સુગ મને અનાયાસ માપ અને જેમ જેમ તે કળાલક્ષ્મીનું હું નિરીક્ષણ કરતો ગયો તેમ તેમ તેને પૂજ્ય અને પવિત્ર ભાવથી આશ્રય આપનાર જૈન મંત્રીધરે તથા જૈન શ્રેણિઓ નરફ મને પૂજ્ય ભાવ ઉત્પન્ન થતો ગયો–એકલે પૃન્ય ભાવ ઉત્પન્ન થયે એટલું જ નહિ, પરંતુ તેઓએ નિસ્વાર્થ અને ઉદાર દિવ્યત્યાગથી આશ્રય આપીને પિલી એ કળાલક્ષ્મીના વારસાને નાશ થતો અટકાવવા, તના વારસદારોને તેની ખરી કિંમત સમજાવવા અને તેનો ફેલાવો કરવા માટે મારા મનમાં નિશ્ચય પણું બંધાયે. આમ આ ગ્રંથના અસ્તિત્વનું કારણ ઉપસ્થિત થયુ. તે પછી એક સુવર્ણપ્રભાતે, ગુજરાતની પ્રાચીન કળાલક્ષ્મી તરફ ગુજરાતીઓનું સૌથી પ્રથમ ધ્યાન બેચનાર તથા બારબાર વર્ષથી “કુમાર માસિક દ્વારા ગુજરાતના નવયુવાનોને કળામકાન અમૃતપાન કરાવનાર મુરબી રવિશંકર રાવળ મારી સાથે, અમદાવાદના ઝવેરીવાડમાના શ્રા આજતનાથના દેરાસરમાં આવેલી, કાઉસગ્નધ્યાને ઉભી રહેલી માનુષી આકારની, વિસં. ૧૧૧મા પ્રતિષ્ઠિત કરાએલી અજિતનાથ ભગવાનની ધાતુની મૂર્તિનું નિરીક્ષણ કરવા આવ્યા. તે વખતે તે મૂર્તિનું મિત હાર્યા કરતુ મુખારવિંદ તથા તેના પ્રત્યેક અંગોપાગમાં તે મૂર્તિને ઘડનાર શિલ્પાએ જે સજીવતાની રજુઆત કરેલી તે તેના તથા મારા જોવામાં આવી. તે પ્રસંગનું સ્મરણ આજે પણ મને બરાબર યાદ છે. એ ભવ્ય અને સુંદર મૂર્તિનાં દર્શન કર્યા પછી દેરાસરની બહાર આવીને એમણે અને નાશ્રિત કળાનું એક સુંદર પ્રકાશન તૈયાર કરવાની પ્રેરણા કરી અને મારા મનમાં મે અગાઉ કરી રાખેલા નિશ્ચયને વધુ દઢ કથા, એટલું જ નહિ પણ તેના પિતાથી બની શકતિ સાથ આપવા તેઓશ્રીએ મને વચન આપ્યું. આ વચન મળતાંની સાથે જ મેં મારું આ કાર્ય શરૂ કરી દીધું. શરૂઆતથી માંડીને અંત સુધી મારા આ કાર્યમાં કિંમતી સૂચનાઓ આપીને તથા ભારે માદગીઓને બિછાનેથી પણ આ પ્રકાશનને લગતી વાટાધાટો કરવાના પોતાના સમય અને શક્તિનો ભોગ આપીને તેઓશ્રીએ મને જે અનહ, ઉપકારના બેજા નીચે દાબી દીધા છે તેનું ઋણ ને શી રીતે વાળી શકે ? મારા આ નિશ્ચય પછી મારા આ પ્રકાશનકાર્યમાં સહાય આપવા માટે શેઠ આણંદજી કલ્યાણની પેઢીના હાલના પ્રમુખ શ્રીમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈને હું મળે, જેઓએ મને
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy