SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ-જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન વાય છે, ત્યારે લેકે ઠંડીથી ધ્રુજતા હોય છે, તે વખતે કેટલાક સાધુએ ઠંડો પવન વાય છે ત્યારે વાયુ રહિત સ્થાનની ગવેષણ કરે છે. અથવા તો આપણે બે-ત્રણ વસ્ત્ર ધારીશું, એમ વિચારે છે. કેટલાક પતિથી કે ઇઘન બાળીને ઠંડી દૂર કરે છે. બીજા વિચારે છે કે અતિ દુ:ખદાયી એવા ઠેઢા પવનને આપણે વસ્ત્રોમાં વટાઈને સહન કરીશું. તે ઠંડી ઋતુમાં દીવાલ રહિત સ્થાનમાં ભગવાન નિદાન રહિતપણે ઠંડી સહન કરે છે. તે સંયમયુક્ત પ્રભુ કયારેક રાત્રે બહાર નિકળીને સમતાભાવે ધ્યાનમાં ઊભા રહે છે. મતિમાન બ્રાહ્મણ મહાવીર જેઓ સર્વ પ્રકારે નિદાન રહિત હતા તેમણે આ * વિધિ આચર્યો છે. ભગવાને આ પ્રમાણે આચાર પાલન કર્યું છે, એમ હું કહું છું. ઈતિ બીજો ઉદ્દેશક પૂરે ઉપધાનશ્રુત નામના નવમાં અધ્યયનને ત્રીજો ઉદ્દેશક ભગવાને અનાર્ય દેશમાં કેવા કેવા ઉપસર્ગો સહન કર્યા તેનું વર્ણન આ ઉદ્દેશકમાં છે. કયાંક કૂતરા કરડ્યા, કયાંક ભગવાન પર દંડ, ભાલા, અને ઢેફા અને મૂઠીઓ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. ભગવાને અવિચળ થઈને આવા કષ્ટ સહન કર્યા હતાં. मूलम्-तणफासे सीयफासे य तेउफासे य दंसमसगे य । अहियासए सया समिए फासाई विरुवलंबाई ॥१॥ अह दुच्चर लाढमचारी यज्जभूमि च सुम्भभूमिं च । पंतं सिजं सेविंसु आसणगाणि चेव पंताणि ॥२॥ लाढहिं तस्सुषस्तग्गा बहवे जाणवया सिसु । अह लूहदेसिए भते कुक्कुरा तत्थ हिंसिंसु निघइसु ॥ ३ ॥ अप्पे जणे नियारेइ लुसणए सुणए दसमाणे । छुन्छुकारिंति आहेसु समणं कुक्कुरा दसंतु ति ॥ ४॥ ॥ सू. २९५ ।। અર્થ તૃણના સ્પર્શી, શીતના સ્પર્શી, અગ્નિના સ્પર્શે, અને ડાંસ તેમજ મચ્છરના દુખે, ભગવાન આ પ્રકારે વિવિધ ઉપસર્ગો હંમેશાં સમતભાવે સહન કરતા હતા. ભગવતે દુગમ્ય એવી લાદભૂમિમાં, તેના બે વિભાગો-વ્રજભૂમિ અને શુભ્રભૂમિમાં વિહાર કર્યો હતો. ત્યા શાઓ અને આસન ખંડિયેર જેવા મળતા તે ભગવંતે સેવ્યા હતાં. લાદેશમાં ઘણા ઉપસર્ગો પડયા હતા, તેના ઘણા માણસો ભગવ તને પ્રહાર કરતા હતા. ભેજન લગભગ લુખ્ખું મળતું હતું, અને કૂતરાએ આક્રમણ કરતા હતા અને કરડતા હતા આક્રમણ કરતા અને કરડતા કૂતરાઓને બહુ જ ચેડા માણસે અટકાવતા હતા. ઘણા લેકે તે કૂતરા શ્રમણને કરડે એટલા માટે “છુ છુ” કરીને ભગવાનને પાછળ દેડાવતા હતા,
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy