SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણિકપણે વિચાર અને પરામર્શ કરવા છતાં, પિતાની વિચારશક્તિને જિજ્ઞાસુવૃત્તિઓ ઉપયોગ કરવા છતાં તેની બુદ્ધિમાં તે તો ઉતરતાં નથી. આવા મનુષ્યોમાં કેટલાક આદર્શપૂજક પણ હોય છે. આવા “નાસ્તિક ગણુતાઓ પણ નીતિ અને સદાચારની ઉપાસનામાં તત્પર હોય છે. આવા મનુષ્યો, આત્મા અને ઈશ્વરને માનીને જે કરવાનું છે તે, તેને વગર માન્ય કરતા હોય છે. આવા, તવદષ્ટિએ નાસ્તિક” કહેવાતાઓ પણ નૈતિક દષ્ટિએ માર્ગ પર હોય છે અને પોતાના જીવનનું શ્રેયસાધન કરતા હોય છે. આ પરથી જણાય છે કે તત્વદૃષ્ટિએ ત્યાં નાસ્તિકતા હોય છે ત્યાં પણ સદાચારનીતિ પિતાને મંગળ પ્રકાશ પાથરે છે. અને આખરે સદાચારી જીવનને મહાન પ્રકાશ પ્રસરતાં પરિણામ એ આવે છે કે તેના બધા ભ્રમ ભાંગી ભૂકા થાય છે અને એને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. આ પરથી સમજાવું જોઈએ કે સદાચારને આદર્શ માણસને તત્વષ્ટિ (પક્ષતcવશ્રદ્ધા)ની ગેરહાજરીમાં પણું કલ્યાણભૂમિ પર ચઢાવે છે. એ પણ જોવાય છે કે ઇશ્વરકતમાં માનીને પણ કેટલાક તેમાંથી પ્રેરણા મેળવે છે. તેઓ ઈશ્વરકત્વની શ્રદ્ધામાંથી ઇશ્વરભક્તિ વહેવડાવી અહિંસા આદિ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા તત્પર થાય છે. આમ, તત્વદષ્ટિએ ગેરસમજવાળએ પણ સદાચારમાર્ગના સાધનથી પિતાનું શ્રેય સાધે છે. આ પરથી ફલિત થાય છે કે જીવનવિધિ એજ મુખ્ય
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy