SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વળી સ્તુતિ કરતાં જે ભગવાન હૃદયમંદિરના સિંહાસન ઉપર વિરાજમાન થયેલા હોય છે તેથી કિલષ્ટકમની નાશ થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં એક સ્થળે તીર્થંકર દેવોના સ્તવ-સ્તુતિરૂ૫ ભાવ મગલવડે જીવ કયા લાભને પ્રાપ્ત કરે ? એ એક પ્રશ્ન થયો છે ત્યા ઉત્તરમાં ભગવાને જણાવ્યું છે કે-સ્તવ કે સ્તુતિરૂપ ભાવ મગલથી જીવ જ્ઞાનબોધી, દર્શનબોધી અને ચારિત્રબોધીના લાભને પ્રાપ્ત કરે છે અને તે રીતે સમ્યગુજ્ઞાનાદિ ત્રણેય રાત્રયીનો લાભ થતાં તે જીવ આકાશવર્તી કહ૫વિમાનમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ દેવપણુ પ્રાપ્ત કરે છે અને છેવટે આરાધના કરીને તે આત્મા મોક્ષની પ્રાપ્તિ કરે છે તાત્પર્ય એ કે પરમાત્માના સ્તવન અને સ્તુતિરૂપ ભાવમગલથી દર્શન વિશુદ્ધિ ઉપરાંત સમ્યગ જ્ઞાન અને ક્રિયાની પણ વિશુદ્ધિ થાય છે અને એમાથી ઉત્પન્ન થતી આત્મિક વિશુદ્ધિ જ જીવને મુક્તિ શિખરે પહોંચાડે છે. શ્રીમ કે અધિકારીઓની કરેલી સ્તુતિ નિષ્ફળ જાય, પરંતુ તીર્થંકરની કરેલી સ્તુતિ કદિ પણ નિષ્ફળ જતી નથી અને પરપરાએ તે બાહ્યાભ્યન્તર સુખને આપે છે. સ્તુતિ, એ પણ એક પ્રકારના રાજયોગનું જ સેવન છે બીજા શબ્દોમાં કહીએ તો અનંતજ્ઞાનીની સ્તુતિથી અનંત જ્ઞાન પ્રગટે છે, જેમ રાગીની સ્તુતિ કરતાં રાગીપણ પ્રગટે છે, તેમ વીતરાગની સ્તુતિ કરતાં વીતરાગદશા પ્રગટે છે અને અનંત વીર્યશાલિની સ્તુતિ કરતાં અનંતવીર્ય પ્રગટે છે. વળી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ તથા ઈષ્ટ મનોરથોની સિદ્ધિઓ પણ સુલભ બને છે. ૧૩. ઉપાધ્યાયજીએ સ્તુતિની રચનાના શ્રમના ફળ તરીકે શું માગ્યું? ઉપાધ્યાયજીએ આ સ્તુતિની રચનામાં જે શ્રમ થયો તેના ફળ તરીકે પરમાત્મા પાસે શું માગ્યું ? ઉપાધ્યાયજી માંગે છે કે હે પ્રભુ! શુભાશયથી કે સદાશયથી આપની આ સ્તુતિનો હાર ગૂંથીને મેં જે કુંઈ કુશળ પુન્ય પ્રાપ્ત કર્યું હોય તો તે પુણ્ય દ્વારા સંસારવૃક્ષના બીજરૂપ મારા રાગ અને દ્વેષ નષ્ટ થ” (મૂલ પ્રશસ્તિ લો ૨) કેવી સુદર માગ! ખરેખર નિસ્પૃહ ત્યાગી મહાત્માઓ બીજી માંગણી કરે પણ શુ? સ્વપજ્ઞસ્તુતિની રચના કરતાં કરતા ભગવાન પ્રત્યે ભક્તિ-ભાવનાની ભરતીનો જે જુવાળ ચઢ્યો, અને રચનાની પૂર્ણાહુતિ થતા મગલમય ઉત્સાહને જે આવેગ વૃદ્ધિ પામ્યો એમાથી ઉપરોક્ત ઉગારો સરી પડ્યા ! અતુ! ૧૪. પ્રશસ્તિગત વિશેષતાઓ મૂળ પ્રશસ્તિના આઘશ્લોકમાં પોતાના સાધુસમી કુટુંબને યાદ કરતા પોતાના દાદાગુરુશ્રી જિતવિજયજી, પોતાના ગુરુશ્રી નયવિજયજી તથા જેમના ઉપર ઉપાધ્યાયજીને ખૂબજ પ્રતિભાવ હતો, અને જે પોતાના સંસારપક્ષના સગા ભાઈ હતા અને સાધુઅવસ્થામાં પણ જે ગુરુ ભાઈ તરીકે જ બન્યા હતા, તે પવિજયજીને આદરપૂર્વક યાદ કર્યા છે છેલા ચરણમાં સ્વનામને સીધો ઉલ્લેખ ન કરતાં પોતાનુ ન્યાયવિશારદ બિરુદ વાપરી સ્વનામ ધ્વનિત કર્યું છે પણ છેલ્લા ચરણમાં ઉપાધ્યાયજીએ પોતાના બિરુદન અને “વિજ્ઞ' વિશેષણનો કરેલો ઉપયોગ ક્ષણભર આશ્ચર્ય ઉપજાવે તેવો છે. ૨. ઢિ તે જ નાવતિ વિન્સ્ટટ્ટાર્કવિનમ’ | [ ધર્મદુ.] ૨ (5%) “વસુદ-માળ મરે! નવે કિં ના ? (૩) નાગલળવારિતોહિકામે સનાથ, નાગલMવારિતોહિછામ-સંપન્નેન નીવે મતવિધિય બા/દળ વારાફ ૨૪ ” ૨ પ્રાચીનકાળમાં આ રીતે લખવાની એક ચાલ હતી જે પ્રાચીનકાળના જૈન--અજૈનગ્રંથોમાં જોવા મળે છે. પરિમાળીવવતિય
SR No.010700
Book TitleAendra Stuti Chaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1962
Total Pages153
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy