SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ લગતી કે અન્ય વેદનાઓ, અશાંતિ, દુ ખ અસંતોષ, હર્ષ-શોક–ખેદ-ગ્લાનિ વગેરેનો લેશ માત્ર સંચાર નથી નમસ્કાર સૂત્ર (–મત્ર) ના બીજા પદમા આજ સિદ્ધોને નમસ્કાર કરેલો છે અને તેઓ બીજા પરમેષિતરીકેના સ્થાન પામેલા છે. અલબત્ત સ્તુતિને પાત્રતો પાચેય પરમેષ્ઠિઓ છે એમાં પણ અરિહંત અને સિદ્ધો વિશેષ સ્તુતિપાત્ર છે. કારણકે ધર્મમાર્ગના આદ્ય પ્રકાશક અરિહતો જ હોય છે જગતને સુખ શાંતિ અને કલ્યાણનો માર્ગ બતાવનારા પણ એ જ છે પ્રજાને સીધા ઉપકારક પણ એહી જ છે એટલે સહુ કોઈ અરિહતની કે અરિહતાવસ્થાની સ્તુતિઓ રચે તે સુયોગ્ય અને સ્વાભાવિક છે એક માનવી સામાન્ય સ્થિતિમાથી અરિહત જેવા પરમાત્માની સ્થિતિએ કેવી રીતે પહોંચતો હશે? એવી જિજ્ઞાસા સહેજે થાય આ માટે શાસ્ત્રોક્ત કથનના આધારે તેમના જીવન વિકાસને અતિ ટૂંકમા સમજી લઈએ. અખિલવિશ્વના પ્રાણીમાત્રમાથી કેટલાક આત્માઓ એવા વિશિષ્ટ કોટિના હોય છે કે, તેઓ પરમાત્મા સ્થિતિએ પહોંચવા માટેની યોગ્યતા ધરાવતા હોય છે એવા આત્માઓ જડ કે ચેતનનું કઈને કઈ નિમિત્ત મળતાં પોતાનો આત્મવિકાસ સાધતા જાય છે અને જન્મો કરતા માનવજન્મમાં તે વિકાસની ગતિ ખૂબજ ઝડપી હોય છે તે વખતે એ આત્માઓમા મૈથ્યાદિ ભાવનાઓને ઉદ્ગમ થાય છે અને ઉત્તરોત્તર એ ભાવનામાં પ્રચણ્ડ વેગ આવે છે અને એક જન્મમા એમની મૈત્રીભાવના પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે તેમના આત્માને સાગર કરતાં વિશાળ મૈત્રી ભાવ જન્મે છે માત્મવત્ સર્વભૂતેષ સુલટુ પ્રિયાત્રિની જેમ વિશ્વના સમગ્ર આત્માઓને આત્મતુલ્ય સમજે છે એના સુખદુ અને પોતાનાંજ કરીને માને છે તેઓને એમ થાય છે કે “જન્મમરણાદિકના અનેક દુખોથી ખદબદી રહેલા, દુખી અને અશરણ બનેલાં આ જગતને, હું ભોગવવા પડતાં દુ ખોથી મુક્ત કરી સુખના માગે પહોંચાડુ! એવુ શક્તિ–બળ હું ક્યારે મેલવી શકીશ? આવો આંતરસૃષ્ટિ ઉપર નાયગરાના ધોધથી અનેક ગુણો જોરદાર અને વાયુથી પણ વધુ વેગીલો વહી રહેલો ભાવનાને મહાસ્રોત પરમાત્મદશા પ્રાપ્ત કરી શકાય તેવી સ્થિતિ નિર્માણ કરે છે આ સ્થિતિ નિર્માણ કરનારો જન્મ એ પરમાત્મા થવાના ભવ પહેલાનો ત્રીજો ભવ હોય છે અને પછી ત્રીજા જ ભવે, પૂર્વના ભવોમા, અહિંસા, સત્ય, ક્ષમા, ત્યાગ, તપ, સેવા, દેવ-ગુરુભક્તિ, કરૂણા, દયા, સરળતા વગેરે ગુણે દ્વારા જે સાધના કરી હતી, એ સાધનાનાં ફળ તરીકે પરમાત્મારૂપે અવતાર લે છે આ જન્મ તેમનો ચરમ એટલે અનિમ જન્મ હોય છે તેઓ જન્મતાની સાથે જ અમુક કક્ષાનું (મતિ, શ્રત, અવધિ,) વિશિષ્ટ જ્ઞાન લઈને આવે છે જે દ્વારા મર્યાદિત પ્રમાણની ભૂત, ભવિષ્ય અને વર્તમાનની ઘટનાઓને પ્રત્યક્ષ જોઈ-જાણી શકે છે જન્મતાની સાથે જ દેવ-દેવેન્દ્રોથી પૂજનીય બને છે ત્યાર પછી ધીમે ધીમે મોટા થાય છે ગૃહસ્થ ધર્મમા હોવા છતા તેમની આધ્યાત્મિક સાધના ચાલુ હોય છે પોતાને પ્રાપ્ત જ્ઞાનથી પોતાનું ભોગાવલી કર્મ અવશેષ છે, એવું જાણે તે કર્મને ભોગવી ક્ષય કરવા માટે લગ્નને સ્વીકાર કરે છે અને જેમને એવી જરૂરિઆત ન હોય તેઓ તેનો અસ્વીકાર કરી આજન્મ બ્રહ્મચારી જ બને છે ત્યાર પછી ચારિત્ર, દીક્ષા કે સંયમની આડે આવતા ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થતા, અશરણ જગતને શરણ આપવા, અનાથ જગતના નાથ બનવા, વિશ્વનું યોગ-ક્ષેમ કરવાની શક્તિ મેળવવા, યથાયોગ્ય સમયે સાવદ્ય (પાપ) યોગના પ્રત્યાખ્યાન અને નિરવાયોગના આસેવન સ્વરૂપ ચારિત્રને ગ્રહણ કરે છે પછી પરમાત્મા વિચારે છે કે જન્મ, જરા, મરણથી પીડાતાં અને તસ્ત્રાયોગ્ય અન્ય અનેક દુ ખોથી સતત બનેલા જગતને સાચો સુખ, શાતિનો માર્ગ બતાવવો હોય તો પ્રથમ સ્વય એ માર્ગને યથાર્થ રીતે જાણવું જોઈએ એ માટે અપૂર્ણ નહીં પણ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ જેને શાસ્ત્રીય શબ્દોમા કેવલજ્ઞાન કે સર્વ પણ કહેવાય છે અને આવું જ્ઞાન, અજ્ઞાન અને મોહનો સર્વથા ક્ષય વિના પ્રગટ થતુ નથી એટલે ભગવાન એનો ક્ષય કરવા માટે અહિંસા, સયમ અને તપની સાધનામાં પ્રચણ્ડપણે ઝુકાવી દે છે ઉત્કૃષ્ટ કોટિના અતિનિર્મળ સયમની આરાધના, વિપુલ અને અતિ ઉચ્ચકોટિની તપશ્ચર્યાને કાર્યસિદ્ધિનું માધ્યમ બનાવીને ગામડે ગામડે, જગલે જગલે, નગરે નગરે, (પ્રાય મૌનપણે) વિચરે છે એ દરમિયાન તેમના મનોમંથન ચાલુ હોય છે. વિશિષ્ટ ચિન્તન અને ઉડા આત્મસશોધનપૂર્વક ક્ષમા, સમતા, આદિ શસ્ત્રો સજીને મોહનીય આદિ કર્મરાજા સાથે મહાયુદ્ધમા ઉતરે છે અને પૂર્વસચિત અનેક સકિલષ્ટ કર્મોના ભુકકા ઉડાવતા જાય ૧ “બાભવન સર્વભૂતેષુ ચ પરથતિ = પશ્યતિ' છાદોગ્ય ઉપનિષત્ નું આ વાક્ય અપેક્ષા ન સમજે તો અનર્થકારક બની જાય તેમ લાગવાથી શ્રી હેમચંદ્રાચાર્યજીએ ઉત્તરવાકય સુધારીને સુરદુષેત્ર પર મૂકીને નિ સદેહ બનાવી દીધુ છે
SR No.010700
Book TitleAendra Stuti Chaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1962
Total Pages153
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy