SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિતજીની સેવા–શ્રીમાન પંડિતજીએ વ્યાપક રીતે જૈન પ્રજાની જે સેવા કરી છે તે ચિરસ્મરણીય જ રહેશે. તેમણે જૈન તત્વજ્ઞાનના પ્રાસાદભૂત સન્મતિતિક જેવા મહાન ગ્રંથને સશધિત કરીને એક મહાન કાર્ય કર્યું છે. તે ઉપરાંત પ્રમાણમીમાંસા, જ્ઞાનબિંદુ આદિ ગ્રંથને સુયોગ્ય રીતે સંપાદિત કર્યા છે. દેવેન્દ્રસ્કૃિત કર્મનો હિંદી અનુવાદ તેમણે કર્યો છે. આજ સુધીમાં તેમણે વિવિધ વિષયના ચિંતનપૂર્ણ લેખ લખ્યા છે. આ બધાં કાર્યોમાં ક્યારેક એકબીજાને ગમતી અણગમતી બાબતોનો સમાવેશ થવા છતાં વિત્ત જેન પ્રજા પંડિતજીની વિશિષ્ટ સેવાને સ્વીકાર કરશે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. અંતિમ નિવેદન—શ્રીમાન પંડિતજીએ જીવનમાં અતિવિશાળ ચિંતનપૂર્વક વિદ્યાસાધના અને આરાધના કરી છે, એટલું જ નહિ, પણ ભાઈ દલસુખ માલવણિયા જેવા પિતાની જ કક્ષાના તત્ત્વચિંતક શિષ્યને પણ તૈયાર કર્યા છે. ઉપરાંત છે. નથમલજી ટાટિયા, શ્રીમતી છે. ઈન્દુકળાબહેન વગેરે અનેક વ્યક્તિઓ માટે પ્રૌઢ વિષયના મહાનિબંધ (થિસિસ) લખવામાં સાક્ષી અને પ્રેરણાદાયક બન્યા છે. અનેક વિદ્વાનોએ એમની પાસેથી ગંભીર વિચારે મેળવ્યા છે, અને મારો વિશ્વાસ છે કે પંડિતજી પોતાની જિંદગીમાં ઘણું ઘણું કરી જશે. છતાં ય મારી એક હક્કદાર શિષ્ય તરીકે ભીખ છે કે શ્રીમાન પંછિએ પિતાના જીવનમાં અધ્યયન કરતાં આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર, આચાર્યશ્રી ભલ્લવાદી, નિમહત્તાપુત્ર શ્રી હરિભદ્રાચાર્ય અને યશોવિજયે પાધ્યાય વિશે અને તેમના ગ્રંથરાશિ વિશે પોતાના હૃદયમાં જે વ્યાપક અને ગંભીરાતિગંભીર વિગતોને સંચય કર્યો છે તેને યથાસમય મૂર્ત રૂપ આપી ભારતીય પ્રજાને અને તે સાથે જેને પ્રજાને સમૃદ્ધ બનાવે. મારી આ ભીખ માત્ર તટસ્થ રહીને મોઢાની જ ભીખ નથી, પણ તે અંગે જે કોઈ સાધને આવશ્યક હોય તે બધાય પૂરા પાડવાની પ્રતિજ્ઞા સાથેની ભીખ છે. તે માટે અતિ આવશ્યક આર્થિક સાધનનો પણ આમાં સમાવેશ કરીને જ હું ભીખ માગી રહ્યો છું. હું તે વર્ષોથી આવી આશા રાખું છું અને શ્રીમાન પંડિતજીને પ્રસંગે પ્રસંગે વિનંતિ પણ કરું છું અને આજે ગુરુગાન-પ્રસંગે પુનઃ પણ વિનવું છું. શ્રીમાન પંડિતજીએ પ્રસંગે પ્રસંગે ઉપર્યુક્ત મહાપુરુષો વિષે જે ટૂંકી ટૂંકી નધિ કરી છે અને જે ભાવો વ્યક્ત કર્યા છે તે જોયા પછી અનેકાનેક જૈન વિદ્વાન મુનિવરે અંતરથી માને છે કે આ મહાપુરનું તાત્વિક જીવન અને એમના ગ્રંથાશિનું તાત્વિક પરીક્ષણ શ્રીમાન પંડિતજી સિવાય આલેખી શકે એવી બીજી એક પણ વ્યક્તિ જૈન સમાજમાં તેમ જ અન્ય સમાજમાં છે જ નહિ. ૧૬
SR No.010642
Book TitlePandit Sukhlalji Parichay tatha Anjali
Original Sutra AuthorN/A
AuthorPandit Sukhlalji Sanman Samiti
PublisherPandit Sukhlalji Sanman Samiti
Publication Year1957
Total Pages73
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy