SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ * આજે યૌવનાશક્તિ સામાન પતિ તેઓ બરાબર કરી લે છે. સેંકડે પ્રમાણ અનેક ગ્રંથસંદર્ભોને સ્મરણમાં રાખી તેનું આવું પૃથકરણ કરવું એ પંડિતજીની ધારણા અને સ્મરણશક્તિને સચોટ પુરા છે. સામાન્ય રીતે લોકોમાં કિંવદન્તી ચાલે છે કે “સાઠી બુદ્ધિ નાઠી.' આ કિંવદન્તી સામાન્ય જડ જનતા માટે સાર્થક હશે, પરંતુ જ્ઞાનોપાસનાપારાયણ વ્યક્તિઓ માટે એ કદીયે સાર્થક નથી, જેની સાક્ષી શ્રીમાન પંડિતજી પૂરે છે. આટલી ઉંમરે પણ પંડિતજીની રસ્મરણશક્તિ સજી-તાજી છે, એટલું જ નહિ, પણ તે સ્મરણશક્તિ આજે યૌવનવયે પહોંચી છે. શું પ્રાચીન કાળમાં કે શું આજના યુગમાં આપણને આવા ઢગલાબંધ પુરાવાઓ મળી આવશે કે જેમનું જીવન ચિંતનપરાયણ હોય છે. એવી વ્યક્તિઓની બુદ્ધિ, સ્મૃતિ કે પ્રતિભા માંદગીમાં કે મૃત્યુની અન્ય ક્ષણ પર્યન્ત જેવીને તેવી જ રહે છે. સ્થવિરશ્રી વજસ્વામીએ આર્ય રક્ષિતને જીવનના અંત પર્યત વિદ્યાધ્યયન કરાવ્યું હતું. સ્થવિરશ્રી આર્ય રક્ષિતસૂરિ એકસો વીસ વર્ષની ઉંમરના હતા. તેમણે પિતાના વિદ્વાન શિષ્ય રવિર આર્યદુર્બલિકા પુષ્યમિત્રને જીવનના અંત સુધી વિદ્યાદાન દીધું હતું માથુરી અને વલભી વાચનાના પ્રવર્તક સ્થવિરે પણ વૃદ્ધ હતા. વિશેષાવશ્યભાષ્ય ઉપર પણ ટીકા લખનાર આચાર્ય જિનભદગણિ ક્ષમાશમણ છઠ્ઠા ગણધરવાદ સુધી ટીકા લખતાં લખતાં કે લખીને સ્વર્ગવાસી થયા. આચાર્યશ્રી હરિભદ્રસૂરિ તત્ત્વાર્થની ટીકા રચત રચતાં જ પલકવાસી થયા. આચાર્યશ્રી મલયગિરિ આવશ્યક સૂત્રની અને બ્રહ૮૯ સૂત્રની વ્યાખ્યાઓ અપૂર્ણ રાખીને દેવલોકવાસી થયા. છેલ્લા છેલ્લા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશોવિજ્યજી પણ સંખ્યાબંધ ગ્રંથને અધૂરા રાખી સ્વર્ગસ્થ થયા. પ્રાચીન યુગમાં થઈ ગયેલા સંખ્યાબંધ મહાનુભાવમાંથી બે-પાચની આ વાત થઈ વર્તમાનમાં પણ આજે વૃદ્ધાવસ્થામાં રહેલા અનેક મુનિવરો એવા છે કે જેઓ સતત અધ્યયનપરાયણ રહે છે. આગમોદ્ધારક શ્રીમાન સાગરાનંદસૂરિ મહારાજના મેં છેલ્લાં કેટલાં સુરતમાં દર્શન કર્યા, ત્યારે તેમને ઘણીવાર વાયુની અસહ્ય તકલીફ રહેતી. ત્રણ ત્રણ દિવસ સુધી સુવાય, બેસાય કે ઉઠાય નહિ. એવી અવરથામાં પણ તેમની પાસે કાગળ, પેન્સિલ પડ્યાં જ હોય. આ અવસ્થામાં જે રકુરણ થાય તેને પિતે તરત ટપકાવી લેતા. આ જ રીતે જૈનેતર અને પાશ્ચાત્ય તત્વચિંતાની અનેક હકીકતો આપણી સામે છે. જે ઉપરથી આપણને એ ખાતરી થાય છે કે જેમનું જીવન જ્ઞાને પાસનામય અને તાવિક ચિંતનમય હોય છે જી રવિ નલદ્રમણિ મા આ
SR No.010642
Book TitlePandit Sukhlalji Parichay tatha Anjali
Original Sutra AuthorN/A
AuthorPandit Sukhlalji Sanman Samiti
PublisherPandit Sukhlalji Sanman Samiti
Publication Year1957
Total Pages73
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy