SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીયુગના દર્શનશાસ્ત્રી - કાકાસાહેબ કાલેલકર પંડિત સુખલાલજી સાથે મારે પરિચય ૩૦-૩૫ વરસને છે. એમની કુશાગ્ર બુદ્ધિ અને વિદ્વતા સૌ કોઈ જાણે છે. ભારતીય તત્ત્વજ્ઞાન ઉપરનું એમનું . પ્રભુત્વ અસાધારણ છે. ૩૦-૩૫ વરસના પરિચયમાં મેં એમની વાણીમાં કે વર્તનમાં અનુદારતાને લવલેશ જે નથી; પક્ષપાત કે સંકુચિતતા જોઈ નથી. દૃષ્ટિ હોવા છતાં અદેખાઈ કરનારા લેકે મેં જોયા છે. એવા લોકે પ્રત્યે સુખલાલજીએ હંમેશા ક્ષતિ ધારણ કરી છે, અને તેથી એમને વિષે આદર વધતે જ ગમે છે. પંડિત સુખલાલજી નજરે જોઈ શકતા નથી, પરણને એમણે ગૃહસ્થાશ્રમ કર્યો નથી. આ મોટી બે ઊણપ હેવા છતાં એમનું જીવનદર્શન અધૂરું નથી. . એ જ બતાવે છે કે જે માણસ પાસે સુક્ષ્મ બુદ્ધિ અને ઉદાર હૃદય હોય તે એની અનુભૂતિમાં ઊણપ રહેવાનું કારણ નથી. વિદ્વાને માં જ્યારે પક્ષપાત, સંકુચિતતા, ક્રોધ અથવા લેભ પેસી જાય છે, ત્યારે તેમનામાં એશિયાળાપણું આવી જાય છે. સુખલાલજી નિરાગ્રહી અને નિઃસ્પૃહી હોવાને કારણે એમણે પિતાની તેજસ્વિતા ખોઈ નથી. આપણે એમની પાસેથી હવે બે વસ્તુની અપેક્ષા રાખીએ. એક, તેઓ આપણને પોતાનું વિસ્તૃત આત્મચરિત્ર લખી આપે અને બીજું, ભારતીય દર્શનશાસ્ત્રોના નિચેડરૂપે એક સર્વસમન્વયકારી દર્શન-ગ્રંથ આપણને આપે, જે ભારતીય તત્ત્વજ્ઞાનને નવપ્રસ્થાનરૂપ નીવડે, અને દુનિયાને નવજીવનની રચના કરવા માટે મજબૂત પાયો પૂરો પાડે. ગાંધીયુગના દર્શનશાસ્ત્રી જ આ કામ કરી શકશે.
SR No.010642
Book TitlePandit Sukhlalji Parichay tatha Anjali
Original Sutra AuthorN/A
AuthorPandit Sukhlalji Sanman Samiti
PublisherPandit Sukhlalji Sanman Samiti
Publication Year1957
Total Pages73
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy