SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ રાની વશ એ સિ . પ્રાચીન જેનલેખસંગ્રહ. (૨૫). ( [ નલાઈ -~-~-~~~~-~ ~-~છે. આ લેખ, પૂર્વોકત આદિનાથના મંદિરના રંગમંડપમાં ડાબી બાજુએ આવેલી ભીતમાં એક થાંભલે છે તેના ઉપર કોતરેલ છે. આ લેખ ૯ ઇંચ પહોળી અને ૪ ફુટ ૮ ઇંચ લાંબી જેટલી જગ્યામાં લખાએલે છે. એની એકંદર પ૬ પતિઓ છે. લેખના મથાળે બે પાદ-આકૃતિઓ (પગલાં) કાઢેલી છે. • • આ લેખમાં, મેવાડના રાજાઓની વંશાવલી આપેલી છે તેથી તેની ઉપયોગિતા જરા વધારે માનવામાં આવી છે, અને એ જ કારણથી તે અત્યાર સુધીમાં ઘણા પુસ્તકે રીપેટ વિગેરેમાં છપાઈયથેષ્ટ પ્રસિદ્ધિ પામી ચુકી છે. લેખને સાર–અર્થ આ પ્રમાણે છે-' ' ' પ્રારંભમાં, યશોભદ્ર નામના આચાર્યના ચરણકમલને નમસ્કાર કરવામાં આવ્યું છે. પછી લેખની મિતિ આપી છે. જે “ સંવત ૧૫૯૭ ના વૈશાખ માસ, શુક્લપક્ષ ૬ સેમવાર અને પુનર્વસુ નક્ષત્ર _! વાળી છે. ' મિતિ પછી સડેરક ગચ્છની આચાર્ય પરંપરા આપવામાં આવી છે. તેમાં પ્રથમ યશેભદ્ર નામના એક મહાપ્રતાપી આચાર્ય થઈ ગયા હતા, તેમનું પ્રશંસાત્મક વર્ણન છે. જણાવવામાં આવ્યું છે કે, તે આચાર્ય આ કલિકાલંમાં સાક્ષાત્ ગતગણધરના બીજા અવતાર રૂપે હતા. બધી લબ્ધિઓના ધારક અને યુગપ્રધાન હતા. તેમણે અનેક વિદિઓને વાદમાં જીત્યા હતા. ઘણાક રાજાઓ તેમના ચરણમાં પિતાનું મસ્તક નમાવતા હતા. પંડેરકગના નાયક હતા. તેમની માતાનું નામ સુભદ્રા અને પિતાનું નામ યશવીર હતું. તે સશભદ્રસૂરિના શિષ્ય શાલિસૂરિ નામે આચાર્ય થયા. તેઓ ચાહમાનવશના હતા અને બદરી દેવીના પ્રસાદથી તેઓ' સૂરિપદ પામ્યા હતા. એ શાલિસૂરિના શિષ્ય સુમતિસૂરિ તેમના શિષ્ય શાંતિસૂરિ, તેમના ઇશ્વરસૂરિ, આવી રીતે અનેક આચાર્યો થયા. તેમાં ફરી એક શાલિસૂરિ થયા અને તેમના શિષ્ય સુમતિસૂરિ અને તેમના પુનઃ શાંતિસૂરિ થયા કે જેમના સમયમાં આ લેખ કેતરવામાં આવ્યો.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy