SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખે. નં. ર૭૦] (૧૬) • • અવલોકન રાજાધિરાજ શ્રી કુંભકર્ણને વિજય રાજ્યમાં, તપાગચ્છના સંઘે કરાવેલા અને આબુ ઉપર બાણેલી પિત્તલની પ્રઢ એવી આદિનાથની પ્રતિમાંવડે અલંકૃત થયેલા શ્રી ચતુર્મુખ પ્રાસાદમાંના, બીજા આદિવામાં સ્થાપન કરવા માટે, શ્રીતપાગચ્છના સંઘે આ આદિનાથનું બિંબ કરાવ્યું. તેની પ્રતિષ્ઠા ડુંગરપુર નગરમાં રાઉલ શ્રીમદાસના રાજ્યમાં, એસવાલ જ્ઞાતિના સાઃ સાભાની સ્ત્રી કર્માદેના પુત્ર સા. માલા અને સાલા નામના ભાઈઓએ કરેલા આશ્ચર્યકારક પ્રતિષ્ઠા મહોત્સવપૂર્વક, સેમદેવસૂરિ આદિ શિષ્ય પરિવારની સાથે તપાગચ્છનાયક શ્રી લક્ષ્મીસાગરસૂરિએ કરી છે. ડુંગરપુરના સંઘની આજ્ઞાથી સૂત્રધાર લુંભા અને લાંપા આદિએ આ મૂતિ બનાવી છે. : - આ લેખમાં જણાવેલા પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ મુરરત્નાર ના તૃતીયસર્ગના પ્રારંભમાં ૩ જા અને ૪ થા પદ્યમાં કરે છે. એ પામાં જણાવ્યા પ્રમાણે સા. સાલા ડુંગરપુરના રાવલ સેમદાસને મંત્રી હતા. તેણે ૧૨૦ મણના વજનવાળી પિત્તલની હેટી જિનપ્રતિમા બનાવી હતી. એના કરેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં એ પ્રતિમાની તથા બીજી પણ અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. * ર૬૯ નબરવાલે લેખ, સંવત્ ૧૭રૂ ની સાલને છે. લેખની હકીકત આ પ્રમાણે છે – * મહારાજાધિરાજ શ્રીઅખયરાજના સમયમાં અમદાવાદ નિવાસી શ્રીમાલ જ્ઞાતિની વઢશાખાવાળા દેસી પનીયાના સુત મનીયાની ભાય મનરંગદેના પુત્ર દે. શાંતિદાસે આદિનાથનું બિંબ કરાવ્યું. તેની પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનના પટ્ટધર વિજયતિલકસૂરિના પટ્ટધર વિજ્યાનંદસૂરિના શિષ્ય ભટ્ટારક વિજયરાજ સૂરિએ કરી છે. * આ “ અખયરાજ ” તે સીરોહીનો રાજા બીજો અખયરાજ છે. એ સંવત ૧૭૩૦ માં મૃત્યુ પામ્યો હતો. એના માટે વિશેષ વૃત્તાંત જુઓ સીટી કૃતિ 'પત્ર ૨૯ રર,
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy