SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૩ ) [ શત્રુંજ્ય પર્વત અને કઠિન તપશ્ચર્યા જેઈ અકબર ખુશી છે અને તેમના કહેવા પ્રમાણે કાશ્મીર અને ગીજની પ્રમુખ દેશમાં એક દિવસ જીવદયા પળાવી હતી. તથા જિનચંદ્રસૂરિના કથનથી, ખંભાતની પાસેના દરિયામાં એક વર્ષ સુધી માછલીઓ મારવાને પણ મનાઈ હુકમ કર્યો હતે. આ હકીકત ઉપરથી જણાશે કે તપગચ્છ અને ખરતરગચ્છ ના બને લેખનું જે કથન છે તે અમુક અંશે યથાર્થ છે. સં. ૧૩૯ થી ૬૦ સુધી અકબરને જૈન વિદ્વાનને સતત સહવાસ રહ્યા તેમાં પ્રથમના ૧૦ વર્ષોમાં તપાગચ્છનું અને પછીના ૧૦ વર્ષમાં ખરતરગચ્છનું વિશેષ વલણ હતું એમ કહેવામાં કાંઈ હરકત નથી, પરંતુ સાથે એટલું તો અવશ્ય કહેવું જ જોઈએ કે ખરતરગચ્છ કરતાં તપાગચ્છને વિશેષ માન મળ્યું હતું અને બાદશાહ પાસેથી સુકૃત્યે પણ એ ગવાળાઓએ અધિક કરાવ્યાં હતાં. ચામુખના મંદિરના આ લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર તથા મંદિર બનાવનાર તરીકે એક રૂપજીનું નામ લખવામાં આવ્યું છે પરંતુ પ્રસિદ્વિમાં તે એ આખી દુક સિવા અને સમજી, કે જે ઉપર વંશવૃક્ષમાં જણાવ્યા મુજબ સં. રૂપજીના પિતૃત્ર અને પિતા થાય છે, તેમની બંધાવેલી કહેવાય છે. પટ્ટાવલિઓમાં પણ એમનું જ નામ છે. આ ઉપરથી જણાય છે કે એ ટુંક બંધાવવાને પ્રારંભ તે રૂપજીના પિતાએ હશે પરંતુ પાછળથી તેનું મૃત્યુ થઈ જવાના લીધે પ્રતિષ્ઠા વિગેરે ક રૂપજીએ કરાવ્યાં હશે. આ મંદિર બંધાવવામાં સેઠ સિવા શેમજીએ પુષ્કળ ધન ખરચ્યું હતું. “મીતે–અમદીના લખવા પ્રમાણે બધા મળી ૫૮ લાખ રૂપિયા આમાં ખર્ચ થયા હતા. કહેવાય છે કે ૮૪૦૦૦ રૂપિયાનાં તે એકલાં દેરડજ કામ લાવ્યાં હતાં. મંદિરની વિશાલતા અને ઉગ્રતા જોતાં એ કથનમાં શંકા લઈ જવા જેવું કશું જણાતું નથી. | માલ્યાણકની બરતરગચ્છની પટાવલીમાં એ બધુએના વિપચમાં લખ્યું છે કે, “અમદાબાદમાં સિવા અને સમજી બંને ભાઈએ મિથ્યાત્વી હાઈ ચિભડાને વ્યાપાર કરતા અને બહ દરિદ્ધાવસ્થા જોગવતા ડતા. જિનચંદ્રસૂરિ વિચરતા વિચરતા અમદાબાદમાં આવ્યા અને એ
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy