SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ નંદીસૂત્ર કરવા પશે, તે વ્યક્તિએ તેને સ્વીકાર કરી લીધા વધે એક લાખ-લાક્ષારસને કાકીડો બનાવી માટીના પાત્રમાં નાખી તે માણસને વિરેચનની દવા આપી. અને કહ્યું- તમે આ પાત્રમાં શૌચ જાવ. તે માણસે તે પ્રમાણે કર્યું. પછી વધે તે પાત્ર ઉઠાવી પ્રકાશમાં લાવી રેગીને બતાવ્યું. ત્યારે રેગીને સંતોષ થયો કે કાકી નીકળી ગયો છે. પછી ઔષધિને ઉપચાર કરવાથી શરીર ફરી સબળ બની ગયું. માણસના ભ્રમને દૂર કરવામાં વૈદ્યની ત્પત્તિકી બુધ્ધિ સમજવી. [૭] કાગડા – બેનાતટ નગરમાં ભિક્ષા માટે બ્રમણ કરતાં એક જૈન મુનિને બૌધ્ધ ભિક્ષુ મળી ગયા. બૌદ્ધ મુનિએ ઉપહાસ કરતાં જેન મુનિને કહ્યું– અરે મુને ! તારા અહંન્ત સર્વજ્ઞ છે અને તુ એને પુત્ર, તે બતાવ કે આ નગરના કેટલા કાગડા છે, ત્યારે જૈન મુનિએ વિચાર્યું કે આ ભિક્ષુ ધૂર્તતાથી વાત કરી રહ્યો છે. તેથી તેને જવાબ પણ તેને અનુરૂપ જ આપવો જોઈએ. આમ વિચારી ને ઉત્તરમાં કહ્યું- આ નગરમાં ૬૦,૦૦૦ કાગડા છે. જે ઓછા હોય તે તેમાંથી કેટલાક મહેમાન બની બહાર ગયા છે અને જે વધારે હોય તે બહારથી મેહમાન બની અહીં આવ્યા છે. જો તેમાં શંકા હોય તે ગણી લે. આમ કહેવાપર બૌધ્ધ ભિક્ષુને કોઈ વાત ન સુઝી અને માથું ખંજવાળતે ચાલ્યા ગયે, આ મુનિની ઔત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે. [૯] ઉચ્ચાર-મલ-પરીક્ષા - એક માણસ પિતાની નવેઢા, રૂપયૌવનસંપન્ન પત્નીની સાથે ગ્રામાન્તર જઈ રહ્યો હતો. રસ્તે ચાલતા એક ધૂર્ત વ્યક્તિ તેને મળી. માર્ગમાં વાત કરતાં તેની શ્રી ધૂર્તપર આસક્ત બની ગઈ અને તેની સાથે જવા તૈયાર થઈ ગઈ ત્યારે ધૂર્ત કહેવા લાગ્યો કે આ સ્ત્રી મારી છે અને વ્યક્તિ સ્ત્રી પર પોતાનો અધિકાર જમાવવા લાગ્યા પરસ્પર ઝગડતા ઝગડાતા તેઓ ન્યાયાલયમાં ગયા ન્યાયાધીશે બનેની વાત સાભળી પછી સ્ત્રી અને ધૂર્તને અલગ કરી નાખ્યા. ન્યાયાધીશે સ્ત્રીના પતિને પૂછયું- કાલે તમે શું ખાધુ હતુ?” તેને જવાબ આપ્યો કે મેં અને મારી પત્નીએ કાલે રાતે તલના લાડૂ ખાધા હતા. તેજ પ્રમાણે ધૂતને પણ પુછયુ – તેને કઈ જુદે જ જવાબ આખ્ય ન્યાયાધીશે સ્ત્રી અને ધૂર્તને વિરેચન આપીને તપાસ કરી તે સ્ત્રીના મળમા તલ દેખાણ પણ ધૂર્તના મળમાં નહિ. આ આધાર પર ન્યાયાધીશે અસલી પતિને તેની સ્ત્રી સેપી દીધી અને ધૂર્તને યચિત દંડ આપીને પોતાની ઔત્પત્તિકી બુધ્ધિને પરિચય આપ્યો [૯] હાથી કોઈ એક રાજાને અતિ બુદ્ધિસંપન્ન મત્રીની આવશ્યક્તા હતી. તેને અતિશય મેધાવી વ્યક્તિની શોધ કવ્વા માટે એક બળવાન હાથીને ચરાપર બાંધીને ઘેષણ કરાવી કે જે વ્યકિત આ હાથીને તેની દેશે તેને રાજા ઘણું ધન આપશે આ ઘોષણ સાભળીને એક વ્યક્તિએ સરોવરમાં નાવ મૂકી તે નાવમાં હાથીને લઈ જઈ ચડાવ્યો હાથીના ભારથી નાવ જ્યા સુધી પાણીમાં ડૂબી ત્યા તે માણસે નિશાન કરી લીધું. પશ્ચાત્ હાથીને ઉતારી નાવમા ત્યા સુધી પત્થર ભર્યા કે પૂર્વ ચિહિત સ્થાન સુધી નાવ પાણા ડૂબી ગઈ. પછી નાવમાંથી તે પત્થર કાઢી તે તોળ્યા. પછી તે માણસે રાજાને નિવેદન કર્યું કે મહારાજ ! અમુક પલ પરિમાણ હાથીનું વજન છે રાજા તેની બુદ્ધિની , વિલક્ષણતાથી પ્રસન્ન થશે અને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યો આ તે પુરૂષની ઔત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે. f૧૦] ભાંડ:– કેઇ એક રાજાના દરબારમાં ભાડ આવતે હતે રાજા તે ભાંડને પ્રેમ કરતે
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy